(GNS),24
બોલીવૂડના કિંગ કહેવાતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે પોતાનું કરિયર શરુ કરવા જઈ રહી છે. આ દરમ્યાન તેણે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને ચર્ચામાં આવી છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, સુહાના ખાને આ પ્રોપર્ટી મુંબઈના પ્રખ્યાત અલીબાગ વિસ્તારમાં લીધી છે. જ્યાં પહેલાથી સિનેમા અને ક્રિકેટની દુનિયાની ખ્યાતનામ હસ્તીઓની પ્રોપર્ટી આવેલી છે. સમાચાર અનુસાર, સુહાના ખાને જે પ્રોપર્ટી ખરીદી છે, તેમાં પહેલાથી ઘરેલું બનેલું છે. આખી જમીન 1.5 એકર છે. જેમાં 1750 સ્ક્વેર ફુટમાં ઘર બનેલું છે. સુહાનાની આ પ્રોપર્ટી દરિયા કિનારે આવેલી છે. આ વિસ્તારમાં સચિન તેંદુલકર, રોહિત શર્મા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ જેવી ખ્યાતનામ હસ્તીઓની પ્રોપર્ટી આવેલી છે.
કહેવાય છે કે, સુહાના ખાને આ પ્રોપર્ટી 12.91 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેની રજિસ્ટ્રી 1 જૂને થઈ છે અને ફક્ત સ્ટેમ્પ ડ્યૂટી તરીકે 77.46 લાખ રૂપિયા ચુકવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં મુંબઈમાં કેટલીય મોટી પ્રોપર્ટી ડીલ જોવા મળી છે. સુહાનાની ડીલ આ જ ક્રમમાં સૌથી નવી છે. ગત વર્ષે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ જ વિસ્તારમાં લગભગ 19.24 કરોડ રૂપિયામાં 8 એકરની જમીન ખરીદી હતી. એચટીના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, સુહાનાની આ પ્રોપર્ટી ત્રણ બહેનો અંજલિ, રેખા અને પ્રિયા ખોટ પાસેથી ખરીદી છે. જેમને આ પ્રોપર્ટી વિરાસતમાં મળી હતી. આ વિસ્તારમાં શાહરુખ ખાનનો એક બંગલો પણ આવેલો છે. શાહરુખ ખાને દરિયા કિનારે આવેલા આ બંગલામાં પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. એચટીના રિપોર્ટ અનુસાર, સંબંધિત જમીનની ડીલમાં કૃષિ જમીન દર્શાવી છે. તેની રજિસ્ટ્રી દેઝા વુ ફાર્મ પ્રાઈવેટ લિમિટેડના નામ પર થયેલી છે. સુહાના આ વર્ષે એપ્રિલમાં એક કોસ્મેટિક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસડર બની છે. તે ટૂંક સમયમાં જોયા અખ્તર નિર્દેશિત ફિલ્મ દી આર્ચીજમાં દેખાવાની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.