Home મનોરંજન - Entertainment આ એક્ટ્રેસનો કરિયર ગ્રાફ સતત ઘટ્યો, બેક-ટૂ-બેક 4 ફ્લોપ, 3 ફિલ્મો પર...

આ એક્ટ્રેસનો કરિયર ગ્રાફ સતત ઘટ્યો, બેક-ટૂ-બેક 4 ફ્લોપ, 3 ફિલ્મો પર ટકી છે આશા

26
0

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થવા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના 9 વર્ષના કરિયરમાં 7 ફ્લોપ આપી ચૂકી છે. વર્ષ 2022થી અત્યાર સુધી આ તેની ચોથી ફ્લોપ ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. કૃતિ સેનન સતત એક પછી એક ફ્લોપ ફિલ્મોનો હિસ્સો બની રહી છે. જોકે, ટૂંક સમયમાં તે વધુ ત્રણ ફિલ્મોમાં જોવા મળવાની છે.

કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મની આખી ટીમ લોકોની ટીકાનો સામનો કરી રહી છે. આટલું જ નહીં, સોમવારના બોક્સ ઓફિસ કલેક્શનને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે કૃતિ સેનનની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં આ ચોથી ફ્લોપ ફિલ્મ તેના ભાગે આવશે. છેલ્લા 18 મહિનાથી કૃતિ સેનન એક પછી એક ફ્લોપ ફિલ્મોનો ભાગ બની રહી છે.

કૃતિ છેલ્લા કેટલાક સમયથી માત્ર ફ્લોપ ફિલ્મોમાં જ જોવા મળી રહી છે. તેની પાછલી ફિલ્મોની વાત કરીએ તો, ‘આદિપુરુષ’ પહેલા તેણી કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘શહેઝાદા’માં જોવા મળી હતી. જે સુપર ફ્લોપ સાબિત થઈ હતી. ગયા વર્ષે કૃતિ સેનન વરુણ ધવન સાથે ફિલ્મ ‘ભેડિયા’માં જોવા મળી હતી. જોકે, તેની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. ફિલ્મ ‘ભેડિયા’ પહેલા કૃતિ સેનન અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં પણ જોવા મળી છે. તે ફિલ્મ પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી.

કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ને બાદ કરતાં પણ એક્ટ્રેસ ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘ગણપત’માં જોવા મળવાની છે. તેની ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તેણી શાહિદ કપૂર સાથે પણ અન્ય એક જોવા મળવાની છે. આટલું જ નહીં, કૃતિ સેનન ફિલ્મ ધ ક્રૂમાં પણ કામ કરી રહી છે. ‘આદિપુરુષ’ના તાજેતરના પ્રતિસાદને જોતા, ફક્ત સમય જ કહેશે કે કૃતિ સેનનની આગામી ફિલ્મો બોક્સ ઓફિસ ધમાલ કરશે કે આ વખતે પણ ફ્લોપ સાબિત થશે.

જણાવી દઈએ કે, કૃતિએ પોતાની મહેનતના કારણે આજે હિન્દી સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે એક્ટ્રેસ શાનદાર કમાણી પણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૃતિ એક ફિલ્મના આશરે 2 કરોડ રુપિયા ફી ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય કૃતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ શાનદાર પૈસા કમાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field