(GNS),23
એજબેસ્ટનમાં પ્રથમ એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ઈંગ્લેન્ડ સામે છેલ્લા દિવસે બે વિકેટે રોમાંચક વિજય થયો હતો. આ સાથે જ ઓસી.એ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી લીધી હતી. ઈંગ્લેન્ડનો ઘરઆંગણે રમતા પ્રથમ ટેસ્ટમાં પરાજય થતાં ખાસ કરીને સુકાની બેન સ્ટોક્સની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સ્ટોક્સને આઈપીએલમાં ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેના એશિઝમાં રમવા સામે પણ સવાલો ઉભા થયા હતા તેમ છતાં તેને એશિઝમાં રમાડવામાં આવ્યો હતો. સ્ટોક્સે પ્રથમ ટેસ્ટમાં પક્ત સાત ઓવ ફેંકી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડના સૌથી સફળ ઝડબી બોલર ગણાતા જેમ્સ એન્ડરસન પણ પ્રથમ ટેસ્ટમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો. પરિણામે પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમની પસંદગી સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. આગામી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડના ઝડપી બોલર્સની ક્ષમતા સામે સવાલો ઉભો થશે તે સ્વાભાવિક છે. બીજી ટેસ્ટમાં સ્પિનર મોઈન અલી અને જેક લીચનું રમવું શંકાસ્પદ જણાય છે. મોઈન અલીને પ્રથમ ટેસ્ટમાં બોલિંગ કરે છે તે હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. શું હવે ઈંગ્લેન્ડ માર્ક વુડ, ક્રિસ વોક્સ અને યુવા જોશ ટંગ જેવા બોલર્સને અજમાવશે કે કેમ તે જોવું રહેશે. ઈંગ્લેન્ડને ઓસી. સામેની ટેસ્ટમાં વિકેટકીપર જોની બેરસ્ટોની કેટલીક ભૂલો પણ ભારે પડી હતી. બેરસ્ટોએ કેચ છોડ્યા હતા તેમજ સ્ટમ્પિંગની તક ચૂકતાં ઓસી. બેટ્સમેનને જીવતદાન મળ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.