(GNS),23
બંગાળ અને રેલવેની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર શ્યામા શૉને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના સદસ્ય તરીકે સામેલ કરવાનો સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે નિર્ણય લીધો હતો. તેઓ પોતાના ભૂતપૂર્વ સાથી ક્રિકેટર મિઠુ મુખરજીનું સ્થાન લેશે. આ સિવાય સમિતિના બાકીના સદસ્ય યથાવત રખાયા છે. બીસીસીઆઈએ સોમવારે સિનિયર અને જુનિયર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટેની પસંદગી સમિતિની જાહેરાત કરી હતી. બોર્ડના સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ મહિલા પસંદગી સમિતિની પેનલમાં એક સ્થાન માટે અરજીઓની ચકાસણી કરી હતી જેને અંતે તેમણે મિઠુ મુખરજીના નામની ભલામણ કરી હતી. સલાહકાર સમિતિમાં સુલક્ષણા નાઇક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત જુનિયર પસંદગી સમિતિમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. લેફ્ટ હેન્ડ બેટર અને લેફ્ટ આર્મ ઝડપી બોલર એવા 51 વર્ષીય મિઠુ મુખરજી 1995માં ભારત માટે ત્રણ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે બે અડધી સદી ફટકારવા ઉપરાંત એક વાર પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેઓ 1995થી 1997 દરમિયાન ભારત માટે પાંચ વન-ડે મેચ પણ રમ્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં મિઠુ મુખરજી 1985થી 1997 દરમિયાન બંગાળ માટે તથા ત્યાર બાદ 2002 સુધી રેલવે માટે રમ્યા હતા. તેઓ બંગાળની ટીમના પસંદગીકાર પણ રહી ચૂક્યા હતા. 2020માં તેઓ ભારતીય ટીમના પસંદગીકાર રહ્યા હતા. બીસીસીઆઈએ ભારતની જુનિયર મહિલા ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં વીએસ તિલક નાયડુની ચેરમેન તરીકે વરણી કરી છે. તિલક નાયડુએ 1998-99થી 2009-10 સુધી કર્ણાટકના વિકેટકીપર બેટ્સમેન તરીકે 93 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં રણજી ટ્રોફી ઉપરાંત દુલીપ ટ્રોફી અને દેવધર ટ્રોફીની મેચોનો સમાવેશ થતો હતો તેમણે 4386 રન પણ ફટકાર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.