Home રમત-ગમત Sports વડોદરામાં 45મી AIESCB ક્રિકેટ ટુર્નામેન્ટમાં બિહાર ચેમ્પિયન

વડોદરામાં 45મી AIESCB ક્રિકેટ ટુર્નામેન્ટમાં બિહાર ચેમ્પિયન

24
0

(GNS),19

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની આગેવાની હેઠળ યોજાયેલ “૪૫મી ઓલ ઈન્ડિયા ઇલેક્ટ્રિસિટી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ” ક્રિકેટ ટુર્નામેન્ટનું આજ રોજ સમાપન થયેલ છે જેમાં બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ ચેમ્પિયન બનેલ છે. રવિવારે વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ ફાઇનલમાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને ૨૦ ઓવરની મેચમાં ૧૬.૩ ઓવરના અંતે ૮૦ રનમાં ઓલઆઉટ થયેલ. ત્યારબાદ ૮૧ રનના લક્ષ્યને હાંસલ કરતા બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપનીની ટીમે ૧૩.૫ ઓવરમાં જ ૮૪ રન બનાવી ચેમ્પિયન બની હતી. બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ તરફથી ઓપનર શાહબાઝે ૬૦ રને નોટઆઉટ રહી હતી. જ્યારે બોલિંગમાં પંકજ કુમાર ગુપ્તાએ ૪ ઓવરમાં ૧૮ રન આપી ૩ વિકેટ લઈ તેની ટીમને ટ્રોફી અપાવી હતી.

આ ઉપરાંત આજે ત્રીજા સ્થાન માટે રમાયેલ મેચમાં કલકતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીને ૮ વિકેટે માત આપેલ. આ ક્રિકેટ કપ સ્પર્ધામાં કુલ ૨૧ રાજ્યોની વિવિધ વીજ કંપનીઑની ક્રિકેટ ટીમે ભાગ લીધેલ જે અંતર્ગત સુપર લીગ, સુપર સિક્સ, સેમી-ફાઇનલ અને ફાઇનલ મળી કુલ ૨૦ મેચ યોજવામાં આવેલ. આ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં AIESCB પ્રેસિડેન્ટ તેમજ જીયુવીએનએલના જનરલ મેનેજર (એચ. આર.) જે.ટી. રાય, AIESCB ના ટ્રેઝરર લલીત ગાયકવાડ, એકસ્ મેમ્બર પ્રવીણ પાટિલ તેમજ ચારુસત ફીઝીઓથેરપી વિભાગના આચાર્ય બાલાજી ઉપસ્થિત રહેલ અને ટ્રોફી તેમજ અન્ય પુરસ્કારો એનાયત કરેલ. આ સ્પર્ધામાં બિહારના અનુકૂલ રૉયને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરેલ તેમજ કલકતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશના બે ખેલાડીઑ શ્રીવત્સ ગોસ્વામીને બેસ્ટ બેટર અને શિવ શંકર પૉલને બેસ્ટ બોલરનો ખિતાબ એનાયત કરેલ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleWTC Final હાર્યા પછી જૂના ખેલાડીઓને નહિ હવે યુવા ખેલાડીઓને મળશે મોકો
Next articleIAS ડૉ. રચિત રાજ, કરે છે કોમન મેનનાં દિલ પર રાજ…..