Home દેશ - NATIONAL NCP નેતાએ પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા

NCP નેતાએ પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા

53
0

(GNS),17

NCP નેતાએ વખાણ કરતા કહ્યું કે આજે દેશના ઘણા રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે. આ બંનેના કારણે આજે બીજેપી ઘણા રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. અજિત પવારે જલગાંવમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદી પાસે આજે એ જ કરિશ્મા છે જે એક સમયે ઈન્દિરા ગાંધી પાસે હતો. આજે પીએમ મોદીના કામોને કારણે જ દેશમાં બીજેપી આવી છે. તેમના કારણે જ ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે. અજિત પવારે કહ્યું કે પીએમ મોદીમાં કરિશ્મા છે અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ ભાજપ સરકારને પૂર્ણ બહુમતી મળી ન હતી, પરંતુ પીએમ મોદીના કારણે સરકારને પૂર્ણ બહુમતી મળી છે.

આ પહેલીવાર નથી જ્યારે અજિત પવારે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેઓ પીએમના વખાણ પણ કરી ચૂક્યા છે. તેમણે 2014માં ભાજપ સરકારની બનવાનો શ્રેય પણ પીએમ મોદીને આપ્યો હતો. એપ્રિલમાં અજિત પવારે કહ્યું હતું કે 2 સાંસદોવાળી ભાજપ 2014માં પીએમ મોદીના કારણે જ સરકારમાં આવી હતી. આ પછી 2019માં પણ ભાજપે સરકાર બનાવી હતી. બીજી તરફ અજિત પવારે એકનાથ શિંદે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે શિંદે સરકારમાં અધિકારીઓના ટ્રાન્સફર રેટ નક્કી છે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાય મંત્રીઓના અંગત સહાયકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સરકાર સેમી કંડક્ટર પર 10 અબજ ડોલર ખર્ચ કરશે
Next articleદિલ્હી-NCRમાં ભારે વરસાદ, રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાને લઈ એલર્ટ