Home દેશ - NATIONAL “કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઇશ” : નીતિન ગડકરી

“કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઇશ” : નીતિન ગડકરી

23
0

(GNS),17

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું છે કે એક નેતાએ તેમને એકવાર કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું તે પાર્ટીમાં સભ્ય બનવાની જગ્યાએ કૂવામાં કૂદી પડશે.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ શાસનના 60 વર્ષના કાર્યકાળની સરખામણીમાં ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક સભાને સંબોધતા ગડકરીએ ભાજપમાં તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને પાર્ટીની અત્યાર સુધીની સફર વિશે વાત કરી.તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરે આપેલી સલાહને પણ યાદ કરી.ગડકરીએ કહ્યું, “જિચકરે મને એક વખત કહ્યું હતું – ‘તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે’, પરંતુ મેં તેમને કહ્યું કે હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી પડીશ, કારણ કે મને ભાજપ અને તેની વિચારધારામાં અતૂટ વિશ્વાસ છે અને હું તેના માટે કામ કરતો રહીશ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માટે કામ કરતી વખતે નાની ઉંમરે તેમનામાં મૂલ્યો કેળવવા બદલ ગડકરીએ સંઘની પણ પ્રશંસા કરી હતી. મંત્રીએ કોંગ્રેસ વિશે કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત વિભાજિત થઈ છે. તેમણે કહ્યું, “આપણે આપણા દેશના લોકતંત્રના ઈતિહાસને ભૂલવો ન જોઈએ. આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. તેના 60 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો, પરંતુ પોતાના અંગત ફાયદા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી. ગડકરીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના તેમના વિઝન માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. ગડકરીએ કહ્યું કે, “ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં બમણું કામ કર્યું છે જે કોંગ્રેસ તેના 60 વર્ષના શાસન દરમિયાન કરી શકી નથી.” કેન્દ્રીય મંત્રીએ યાદ કર્યું કે થોડા દિવસો પહેલા જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં હતા, ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે 2024ના અંત સુધીમાં ઉત્તર પ્રદેશના રસ્તા અમેરિકા જેવા થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના સંભલમાં ભાજપ અને સપાના સમર્થકો વચ્ચે મસ્જિદમાં મારામારી
Next articleઅમેરિકાના એક વ્યક્તિએ PM મોદીના નામની બનાવડાવી નંબર પ્લેટ