(GNS),14
‘કોમેડી સર્કસ કે અજૂબે’માં કપિલ શર્મા સાથે કામ કરનાર એક્ટર અને કોમેડિયન તીર્થાનંદ રાવે સોશિયલ મીડિયા પર લાઈવ સેશન દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર લાઈવ આવતા તેણે કહ્યું કે તેની વર્તમાન પરિસ્થિતિ માટે એક મહિલા જવાબદાર છે. તેણે એમ પણ કહ્યું કે તે તે મહિલા સાથે ‘લિવ-ઈન’માં હતો. તેણે મહિલા પર ઈમોશનલી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેની પાસે પૈસાની પણ માંગણી કરી હતી. તીર્થાનંદ રાવે કહ્યું, “આ મહિલાના કારણે મારા પર 3-4 લાખ રૂપિયાનું દેવું છે. હું તેને ગયા વર્ષના ઓક્ટોબરથી ઓળખું છું. તેણે મારી સામે ભાયંદરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મને ખબર પણ ન હતી કે કયા કારણોસર. પછી તે મને ફોન પણ કરતી અને કહેતી કે તે મળવા માંગે છે. વાત કરતાં-કરતાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાની આપવીતી જણાવતા તીર્થાનંદ રાવે જંતુઓ મારવા માટે દવાની બોટલ કાઢી અને તેને ગ્લાસમાં નાખીને પી લીધી.
તીર્થાનંદનો વીડિયો જોઈને તેના મિત્રો તરત જ તેના ઘરે પહોંચી ગયા હતા જ્યાં એક્ટર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેણે તરત જ પોલીસને બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગયા. આ પહેલીવાર નથી જ્યારે તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તીર્થાનંદે ડિસેમ્બર 2021માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 27 ડિસેમ્બર 2021ની છે, જ્યારે રાવ ફેસબુક લાઇવ થયો અને પોતાના આસિસ્ટન્ટને પણ ફોન કર્યો કે તે ઘણા કારણોસર જીવનમાં આ મુશ્કેલ પગલુ ભરવા જઇ રહ્યો છે. એક્ટરે ન્યૂઝ 18ને જણાવ્યું કે, પાછલા બે વર્ષ ખરેખર મુશ્કેલ રહ્યાં. મારી આર્થિક સ્થિતિ સારી નથી અને મારી પાસે હાલ કોઇ બચત નથી. તીર્થાનંદે વધુમાં જણાવ્યું કે, મને ‘પાવ ભાજી’ નામની એક ફિલ્મ સહિત કેટલુંક કામ મળ્યું છે, જે હજુ રિલીઝ થવાની બાકી છે. પરંતુ મને પૈસા આપવામાં નથી આવ્યા. મે કેટલીક વેબ-સીરીઝ પમ કરી છે. ઘણા દિવસ એવા પણ રહ્યાં કે મે કંઇ ન ખાધુ હોય અથવા તો માત્ર એક વડાપાવ ખાઇને દિવસ પસાર કરવો પડ્યો હોય. મને એહેસાસ થયો કે આ ઝંઝટમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો જીવન ટૂંકાવવુ જ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.