(GNS)13
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જોડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ.
રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો અને તાલુકા મથકોએ પણ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. જે તમામ કંટ્રોલરુમ જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલનમાં રહેશે. તાલુકા કક્ષાએથી પણ લોકો મુશ્કેલીના સમયમાં મદદ ઝડપથી મેળવી શકે એ માટે માળખુ સજ્જ કરવામાં આવ્યુ છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો
અમદાવાદ: 079-27560511
અમરેલી: 02792-230735
આણંદ: 02692-243222
અરવલ્લી: 02774-250221
બનાસકાંઠા: 02742-250627
ભરૂચ: 02642-242300
ભાવનગર: 0278-2521554, 2521555
બોટાદ: 02849-271340, 271341
છોટાઉદેપુર: 02669-233012, 233021
દાહોદ: 02673-239123
ડાંગ: 02631-220347
દેવભૂમિ દ્વારકા: 02833-232183, 232125, 232084
ગાંધીનગર: 079-23256639
ગીર સોમનાથ: 02876-240063
જામનગર: 0288-2553404
જૂનાગઢ: 0285-2633446, 2633448
ખેડા: 0268-2553356
કચ્છ: 02832-250923
મહીસાગર: 02674-252300
મહેસાણા: 02762-222220, 222299
મોરબી: 02822-243300
નર્મદા: 02640-224001
નવસારી: 02637-259401
પંચમહાલ: 02672-242536
પાટણ: 02766-224830
પોરબંદર: 0286-2220800, 2220801
રાજકોટ: 0281-2471573
સાબરકાંઠા: 02772-249039
સુરેન્દ્રનગર: 02752-283400
સુરત: 0261-2663200
તાપી: 02626-224460
વડોદરા: 0265-2427592
વલસાડ: 02632-243238
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.