Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ WTC ફાઈનલમાંથી બહાર, માઈકલ નેસરને મળી તક

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ WTC ફાઈનલમાંથી બહાર, માઈકલ નેસરને મળી તક

41
0

(GNS),05

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થતાં ઓસિ.ને મોટો ફટકો પડ્યો છે. 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડબલ્યુટીસી ફાઈનલની બીજી આવૃત્તિ રમાશે. હેઝલવુડ પગની ઈજાને પગલે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આઈપીએલ દરમિયાન પણ હેઝલવુડ ડાબા પગના નીચેના ભાગે ઈજાથી પરેશાન હતો. આ ઉપરાંત તેને પડખાના સ્નાયુ ખેંચાવાની પણ સમસ્યા થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે જૂજ મેચ રમ્યા બાદ હેઝલવુડ વતન પરત ફર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જોશ હેઝલવુડના રિપ્લેસમેન્ટ તરીકે ઝડપી બોલર માઈકલ નેસરને 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. 33 વર્ષના નેસર ઓસિ. માટે બે ટેસ્ટ મેચ રમ્યો છે અને તેણે સાત વિકેટ ઝડપી હતી. નેસર પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો પણ બહોળો અનુભવ છે, તેણે 96 ફર્સ્ટ ક્લાસ મેચમાં 347 વિકેટ ઝડપી છે અને હાલમાં તે કાઉન્ટી ક્રિકેટ પણ રમે છે. ગ્લેમોર્ગન તરફથી રમતા નેસરે પાંચ મેચમાં 19 વિકેટ ઝડપી છે તથા 311 રન પણ ફટકાર્યા છે જેમાં 123 રનની ઈનિંગનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેલીએ જણાવ્યું કે, જોશ સંપૂર્ણ સ્વસ્થ થવાની આરે છે, પરંતુ અમે જાણીએ છીએ કે અમારા આગામી કાર્યક્રમમાં ફક્ત ડબલ્યુટીસી એક ટેસ્ટ મેચનો સમાવેશ થતો નથી. 16 જૂનથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ એશિઝ ટેસ્ટની શ્રેણી પણ યોજાશે. હાલ આરામ મળવાથી હેઝલવુડને એજબેસ્ટન ટેસ્ટ માટે તૈયારીનો પૂરો સમય મળી રહેશે. સાત સપ્તાહમાં છ ટેસ્ટ મેચ રમાવાની હોવાથી અમારા માટે સારા ઝડપી બોલર ઘણા મહત્વપૂર્ણ છે તેમ બેલીએ વધુમાં જણાવ્યું હતું. WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ આ પ્રકારે છે… પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, માર્ક્સ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગલિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, માઈકલ નેસર.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીલંકાનો વન-ડેમાં અફઘાનિસ્તાન સામે રનની દ્રષ્ટિએ વિજય
Next articleદૈનિક રાશિફળ (તા.૦૭-૦૬-૨૦૨૩)