Home રમત-ગમત Sports ભારત VS ઓસ્ટ્રેલિયા હાઈવોલ્ટેજ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેનબુ નિવેદન

ભારત VS ઓસ્ટ્રેલિયા હાઈવોલ્ટેજ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેનબુ નિવેદન

38
0

WTC એ એક મોટી પહેલ છે, WTCમાં દરેક ટેસ્ટનું એક અલગ મહત્વ : સ્ટીવ સ્મિથ

(GNS),01

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. બંને ટીમો ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને આ શાનદાર મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ હાઈવોલ્ટેજ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથ ડરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે, ઓવલમાં બેટિંગ માટેની સ્થિતિ વધુ સારી હશે અને જેમ-જેમ મેચ આગળ વધશે તેમ તેઓ ભારતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન જોવા મળેલી સ્થિતિનો સામનો કરશે. સ્મિથનો ઈશારો સ્પિન બોલરોને ઓવલમાં વિકેટમાંથી મદદ મેળવવા તરફ છે. ઓસ્ટ્રેલિયા ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથનું માનવું છે કે, ઈંગ્લેન્ડનું ઓવલ મેદાન બેટિંગ માટે સૌથી યોગ્ય છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું, “ઓવલમાં બેટિંગના સંદર્ભમાં બાઉન્સ અને પેસ સારી છે. અહીંનું આઉટફિલ્ડ વીજળી જેટલું ઝડપી છે. એકવાર તમારી આંખો સ્થિર થઈ જાય, પછી બેટિંગ કરવી અને રન બનાવવાનું સરળ બની જાય છે. આ સાથે ઓસ્ટ્રેલિયા ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથે વધુમાં કહ્યું કે, જેમ જેમ ટેસ્ટ મેચ આગળ વધે છે તેમ સ્પિન બોલરોને ઓવલની પીચમાંથી મદદ મળી શકે છે. એટલા માટે મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયાને ઓવલમાં એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે જેવો તેમને ભારતમાં રમાયેલી છેલ્લી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં 4 ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારતે તે શ્રેણી 2-1થી જીતી હતી. ભારતે શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ જીતી હતી. આ પછી પેટ કમિન્સ તેની બીમાર માતાની સંભાળ લેવા ઓસ્ટ્રેલિયા પરત ફર્યા. તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથે ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ જીતીને શ્રેણીમાં પરત ફર્યું હતું. આ ઓસ્ટ્રેલિયન ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથ WTC વિશે કહ્યું, “આ એક મોટી પહેલ છે. WTCમાં દરેક ટેસ્ટનું એક અલગ મહત્વ છે, અને ટોચ પર ક્વોલિફાય થવું અને ફાઇનલમાં ભારતનો સામનો કરવો એ અમારા માટે અતિ રોમાંચક છે. મને આશા છે કે, ઘણા પ્રશંસકો આ મેચ માટે ઓવલ પહોંચશે. ભારતીય ચાહકોની સંખ્યા ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન કરતા વધુ હશે. તેથી સ્પર્ધા રસપ્રદ રહેવાની અપેક્ષા છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટાટા IPL ૨૦૨૩ ચેન્નાઈ વર્સીસ ગુજરાત ફાઇનલ મેચ સૌથી વધુ જોવાયેલ ડિજિટલ ઇવેન્ટ
Next articleભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલ માટે શરૂ કરી તૈયારી