Home રમત-ગમત Sports ધોની IPLની ટ્રોફી હાથમાં ઉપાડી ઊંચી કરે તે દૃશ્ય જોવા છેલ્લી ક્ષણ...

ધોની IPLની ટ્રોફી હાથમાં ઉપાડી ઊંચી કરે તે દૃશ્ય જોવા છેલ્લી ક્ષણ સુધી બેસી રહ્યાં 40 હજાર પ્રેક્ષકો

38
0

(GNS),31

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સોમવારે રાત્રે રમાયેલી આઇપીએલની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી પાંચમી વખથ ચેમ્પિયન ટ્રોફી જીતી જનાર ચેન્નાઇ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (માહિ) તરફ પીળા વસ્ત્રોમાં બેઠેલાં હજારો પ્રેક્ષકો આનંદની ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં. ચેન્નાઇ સુપર કિંગની ટીમ જીતી ગઇ હોવા છતાં પ્રેક્ષકો મેદાન છોડીને ગયા નહોતાં અને પોતાનો માનીતો હીરો ધોની પાંચમી વાર આઇપીએલની ટ્રોફી ઉપાડી પ્રેક્ષકો તરફ ઉંચી કરે તે ઐતિહાસિક ક્ષણને જોવા 40 હજાર જેટલા પ્રેક્ષકો છેલ્લી ક્ષણ સુધી પોતાની સીટમાં બેસી રહ્યાં હતા. જે તેમનો ધોની પ્રત્યેનો પ્રેમ દર્શાવતો હતો. ધોનીએ પણ પોતાના પ્રસંશકોને સહેજપણ નિરાશ કર્યા નહોતાં.

આઇપીએલની મેચોમાંથી નિવૃત્તિ લેવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ હર્ષા ભોગલેને કહ્યું હતું કે તે અંગે વિચારવા હજુ તેની પાસે સાતથી આઠ મહિનાનો સમય છે. મારા પ્રસંશકો મને જે અખૂટ પ્રેમ આપ્યો છે તેનો બદલો હું પાછો વાળવા માંગુ છું અને આઇપીએલ રમીને જ હું તેઓને બદલો આપી શકું એમ કેપ્ટન કુલ ધોનીએ ઉમેર્યું હતું. યાદ રહે કે જ્યારે છેલ્લા એક બોલમાં મેચ જીતવા માટે 4 રનની જરૂર હતી અને રવિન્દ્ર જાડેજાને છેલ્લો બોલ રમવાનો હતો ત્યારે ધોની આંખો બંધ કરીને બેસી ગયો હતો અને વિજય માટે ઇશ્વરને પ્રાર્થના કરતો હોય તેમ જણાયું હતું. જાડેજાએ છેલ્લા બોલે ચોગ્ગો માર્યો અને ચેન્નાઇ સુપર કિંગની ટીમ પાંચમી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ગઈ તેમ છતાં ધોની શાંત મુદ્રામાં પોતાની ખુરશીમાં બેસી રહ્યો હતો પરંતુ જેવો રવિન્દ્ર જાડેજા દોડીને તેની પાસે આવ્યો ત્યારે ધોની જાડેજાને વળગી પડ્યો હતો.

મેચ પૂરી થયાં બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળતા છેલ્લાં પ્રેક્ષકને પરોઢના 3.30 જેટલો સમય લાગ્યો હતો અને ત્યાં સુધી સ્ટેડિયમમાં ખડેપગે ફરજ બજાવી રહેલાં ડીઆઇજી નિરજ બડગુજરે કહ્યું હતું કે, મેચ પૂરી થઇ ગઇ હોવાં છતાં અંદાજે 40 હજાર પ્રેક્ષકો પોતાની ખુરશીઓમાં બેસી રહ્યાં હતાં. ઝોન-3ના ડીસીપી સુશીલ કુમાર અગ્રવાલે કહ્યું હતું કે તેમણે બે સ્તરનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પ્રથમ સ્તરમાં મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમની બહાર નીકળનારા 60,000 પ્રેક્ષકો માટેનો હતો જ્યારે બીજા સ્તરમાં 40 હજાર પ્રેક્ષકો માટે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ બાકીના 40 હજાર પ્રેક્ષકો છેલ્લી ઘડી સુધી પોતાની સીટમાં બેસી રહ્યાં હતાં અને ધોનીને ચિયર અપ કરી રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field