Home રમત-ગમત Sports છ કરોડના શિવમ માવીને ટાઇટન્સે આખી સિઝનમાં નજરઅંદાજ કર્યો

છ કરોડના શિવમ માવીને ટાઇટન્સે આખી સિઝનમાં નજરઅંદાજ કર્યો

42
0

(GNS),28

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં હવે માત્ર બે જ મેચ બાકી છે. 28મી મેએ આ સિઝનનો ચેમ્પિયન મળી જશે. શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાશે અને તેની વિજેતા ટીમ રવિવારે ફિનલ મેચ રમશે. શુક્રવારની મેચ અગાઉ આ સિઝનમાં અત્યાર સુધી કુલ 72 મેચ રમાઇ છે પરંતુ ગુજરાત ટાઇટન્સના શિવમ માવીને આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી.

આ ખેલાડીને ગુજરાત ટાઇટન્સે હરાજીમાં છ કરોડ રૂપિયા ખર્ચ કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઇપીએલની આ સિઝનમાં ગુજરાતની ટીમનો ભાગ બનનારા ફાસ્ટ બોલર શિવમ માવીને હજુ સુધી ટીમે એક પણ મેચ રમવાની તક આપી નથી. હરાજી દરમિયાન શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે છ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આ સિઝનમાં હજુ સુધી માત્ર બેંચ પર જ બેઠેલો જોવા મળ્યો છે. શિવમ માવીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમોએ પણ હરાજી દરમિયાન રસ દર્શાવ્યો હતો પણ ગુજરાત ટાઇટન્સે સૌથી મોટી બોલી લગાવીને તેને ખરીદ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએમ.એસ.ધોની જેને પણ સ્પર્શ કરે સોનામાં ફેરવાઈ જાય છે : સુરેશ રૈના
Next articleક્રાંતિવીર સાવરકરની 140મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા