Home ગુજરાત ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી 4% ટકા અને તા.:...

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી 4% ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી 4% ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય

152
0

(જી એન એસ)

ગાંધીનગર, તા. 23

• સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ

• તા:૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા.:૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે

• પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા. ૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા. ૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.

(જી એન એસ)

Previous articleG20 TIWG મીટિંગ બેંગલુરુમાં શરૂ, આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધો દૂર કરવાનો ધ્યેય
Next articleદૈનિક રાશિ ફળ તા. ૨૪-૦૫-૨૦૨૩ (બુધવાર)