(GNS),23
બોલિવૂડના હી મેનનું ટાઈટલ મેળવનારા ધર્મેન્દ્ર ફિલ્મોમાં એક્ટિવ રહેવાના બદલે પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્ર નિયમિત પણે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા કે વર્કઆઉટ કરતા પોતાના ફોટોગ્રાફ્સ શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા ધર્મેન્દ્રએ તાજેતરમાં ‘પ્રતિજ્ઞા’ ફિલ્મનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની સાથે હેમા માલિની પણ છે.
આ વીડિયો શેર કર્યા બાદ ધર્મેન્દ્રએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, સલમાન ખાને દબંગ ફિલ્મમાં ભજવેલું ચુલબુલ પાંડેનું કેરેક્ટર તેમની આ ફિલ્મથી પ્રેરિત હતું. ધર્મેન્દ્રએ ‘પ્રતિજ્ઞા’નો વીડિયો શેર કર્યા બાદ લખ્યુ હતું, દોસ્તો કંઈ પણ કરી શકું છે. પ્રતિજ્ઞામાં ધર્મેન્દ્રએ પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. દબંગ સાથે આ કેરેક્ટરને સરખાવતા એક ટ્વિટર યુઝરે જણાવ્યું હતું કે, પ્રતિજ્ઞા ખૂબ જ ગમી હતી. કદાચ દબંગ ફિલ્મને આના પરથી જ પ્રેરણા મળી હતી.
ધર્મેન્દ્રએ રિપ્યાલ આપતાં જણાવ્યુ હતું કે, હા સાચી વાત છે. સલમાને પણ મને જણાવ્યુ હતું કે, મારા એ કેરેક્ટર પરથી તેને ખાસી પ્રેરણા મળી હતી. આવું ચાલ્યા કરે છે. કારણ કે, મારે પણ દિલીપ કુમારની જેમ દેવદાસ અને મુગલ એ આઝમમાં સલીમ જેવા રોલ કરવાનું સપનુ હતું. સપના પાછળ દોડવું તે દરેકનું સપનું હોય છે. ૮૭ વર્ષના ધર્મેન્દ્ર કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન અને શબાના આાઝમી પણ છે. આ ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે. ત્યાર બાદ ધર્મેન્દ્ર ‘અપને’ની સીક્વલમાં મહત્ત્વનો રોલ કરવાના છે. આ ફિલ્મમાં સની અને બોબી દેઓલ પણ તેમની સાથે જોવા મળશે. શ્રીરામ રાઘવનની ઈક્કિસ પણ પાઈપલાઈનમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.