Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 જૂન સુધી વધારી મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 જૂન સુધી વધારી મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી

66
0

(GNS),23

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે (23 મે) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કોઈ રાહત મળી નહોતી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામા આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવી હતી. આ સાથે કોર્ટે જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ અભ્યાસ કરવા માટે ખુરશી અને ટેબલ આપવાની મનીષ સિસોદિયાની વિનંતી પર વિચાર કરે. સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપીઓમાંના એક છે.

ED કેસ અંગે સિસોદિયાએ શું કહ્યું?… તે જાણો.. અગાઉ આવા જ એક કેસમાં સિસોદિયાની કસ્ટડી લંબાવવામાં આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં EDની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ એમકે નાગપાલ દ્વારા ચુકાદાની તારીખ 30 મે નક્કી કરી હતી. AAP નેતા મનીષ સિસોદિયા અને અન્યો વિરુદ્ધ EDની આ 5મી ચાર્જશીટ હતી, જેની સુનાવણી શુક્રવારે (19 મે)ના રોજ કોર્ટમાં યોજાઇ હતી. અગાઉ 6 મેના રોજ EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મનીષ સિસોદિયાની કથિત ગતિવિધિઓના કારણે લગભગ 622 કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ છે.

9 માર્ચે, EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં કલાકો સુધી પૂછપરછ કર્યા પછી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ આ જ કેસ સાથે સંબંધિત ચાલી રહેલી તપાસના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળના ‘આઈએનએસ મોર્મુગાઓ’ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ
Next article‘કાશ્મીર વિના પાકિસ્તાન શબ્દ અધૂરો’ : બિલાવલ ભુટ્ટો