(GNS).21
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને હોબાળો શરૂ થયો છે. આ વિવાદની વચ્ચે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટી વાત કરતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિએ સંસદ ભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસે સંસદના નવા મકાનને વડાપ્રધાનનો વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન મોદીને મળ્યા અને તેમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું.
PM દ્વારા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પર વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. શા માટે PMને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ? પીએમ સરકારના વડા છે, સંસદના નહીં. આ ઇમારત જનતાના પૈસાથી બનાવવામાં આવી છે, પીએમ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેમના ‘મિત્ર’ના પૈસાથી નવી સસંદ બનેલ હોય.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે, વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કેમ કરે ? લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષે તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. નવી ઇમારતના ઉદ્ઘાટનની જાહેરાત બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પીએમની સેફ્ટી કેપ સાથેની તસવીર શેર કરી હતી. ટ્વીટમાં તેમણે કહ્યું કે માત્ર આર્કિટેક્ટ, ડિઝાઇનર્સ અને મજૂરો જ 28 મેના રોજ નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે.
તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે આ તેમનો અંગત પ્રોજેક્ટ છે. જો કે, સંસદમાંથી અયોગ્ય ઠરેલ સાંસદ અને કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ. નવા સંસદ ભવનમાં 888 સભ્યો બેસી શકશે. વર્તમાન લોકસભા બિલ્ડિંગમાં લગભગ 543 સભ્યો બેસી શકે છે, અને રાજ્યસભા બિલ્ડિંગમાં 250 સભ્યો બેસી શકે છે.
એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં સંસદમાં સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વર્તમાન સંસદ ભવન 1927માં બનાવવામાં આવ્યું હતું, જે હવે લગભગ 100 વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. લોકસભા સચિવાલયે કહ્યું કે વર્તમાન જરૂરિયાતો અનુસાર જગ્યાનો અભાવ અનુભવાયો હતો. બંને ગૃહમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો, જેના કારણે કામકાજ પણ પ્રભાવિત થઈ રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.