(જી એન એસ) તા ૨૦
વડોદરા/કેવડિયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 મે, 2023ના રોજ ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે ગુજરાતનો પ્રથમ “ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” (જિલ્લા સુશાસન સૂચકાંક) જાહેર કરશે. આ સૂચકાંક ગુજરાત સરકારે ભારત સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગ (DARPG) સાથે તૈયાર કર્યો છે, જેમાં નૉલેજ પાર્ટનર તરીકે હૈદરાબાદની સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ સંસ્થાએ કામ કર્યું છે. આ સૂચકાંક અહેવાલ ત્રણ દિવસીય 10મી ચિંતન શિબિરના સમાપન સત્રમાં જાહેર થશે. ચાલુ વર્ષે ચિંતન શિબિર ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે યોજાઈ છે. આ શિબિરમાં ગુજરાત સરકારના સીનિયર અને જૂનિયર સરકારી અધિકારીઓ માટે મનોમંથન સત્રોનું આયોજન થાય છે.
ગુજરાતે GGI 2021 (ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ, 2021)માં GGI 2019ની સરખામણીમાં 12.3 ટકાની સંવર્ધિત વૃદ્ધિ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. DGGI ગુજરાતની સફળતાની ગાથાઓનું દસ્તાવેજીકરણ કરીને ગુજરાતના વહીવટનાં મોડલનો ઊંડો અભ્યાસ રજૂ કરે છે, જેને દેશના અન્ય જિલ્લાઓમાં અપનાવી શકાશે. વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં ગુજરાતનાં જિલ્લાઓ અને રાજ્ય સરકારીની સંસ્થાઓને જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પ્રધાનમંત્રીના 4 પુરસ્કારો મળ્યાં હતાં, જેમાં સામેલ છે – (1) સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ) – 2020 માટે મહેસાણા; (2) શિક્ષણ વિભાગની ઇનોવેશન સ્ટેટ કેટેગરી અંતર્ગત વિદ્યા સમીક્ષા કેન્દ્ર – 2021 પુરસ્કાર; (3) ઇનોવેશન સ્ટેટ કેટેગરી અંતર્ગત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) – 2022; (4) સમગ્ર શિક્ષા – 2022 માટે મહેસાણા સામેલ છે. ઉપરાંત રાજ્યને ચાર રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે DGGI ગુજરાતની ફોર્મ્યુલા બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે DARPGના સચિવ શ્રી વી. શ્રીનીવાસ અને DARPGના સંયુક્ત સચિવ શ્રી એનબીએસ રાજપૂત સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું, જેથી ગુજરાતમાં વહીવટી મોડલની વિવિધનો તાગ મેળવવીને સૂચકાંકની વિભાવના અને ફોર્મ્યુલા બનાવી શકાય. આ માટે હિતધારકોએ ભારત સરકારના સ્તરે 12 બેઠકોમાં આવશ્યક ચર્ચાવિચારણા કરી હતી, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ, સચિવ AR વગેરે સામેલ હતા. તેમની વચ્ચે સંકલન સ્થાપિત કરવાની કામગીરી CGG હૈદરાબાદે કરી હતી.
DGGI જિલ્લા સ્તરે વહીવટી માપદંડોમાં અદ્યતન વહીવટી સુધારા પ્રસ્તુત કરે છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં વહીવટી માપદંડોનો સૂચકાંક 10 ક્ષેત્રોમાં 65 સંકેતો અંતર્ગત 126 ડેટા પોઇન્ટ પર આધારિત છે. આ વહીવટનાં સ્તરનો તાગ મેળવવા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હાથ ધરેલા વિવિધ કાર્યક્રમોની અસર જાણવા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એકસમાન માધ્યમ છે. આ રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રમાં હાલ રહેલી ખામીઓને દૂર કરવા, આ માટે યોજના બનાવવા અને નિર્ણય લેવા માટે મદદરૂપ થવા ઉપયોગી માર્ગદર્શન પ્રદાન કરશે એવી અપેક્ષા છે. રેન્કિંગ તમામ જિલ્લાઓ વચ્ચે નાગરિક કેન્દ્રિત વહીવટ અને સુશાસન પૂરું પાડવા તેમના પ્રયાસોમાં સ્વસ્થ સ્પર્ધા ઊભી કરશે.
તમામ 33 જિલ્લાઓએ દૂધના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે તથા 2/3થી વધારે જિલ્લાઓએ અનાજ અને બાગાયતી ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે.
તમામ જિલ્લાઓએ 100 ટકાથી વધારે પાકની સઘનતા હાંસલ કરી છે.
તમામ 33 જિલ્લાઓએ દૂધના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે તથા 2/3થી વધારે જિલ્લાઓએ અનાજ અને બાગાયતી ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે.
તમામ જિલ્લાઓએ 100 ટકાથી વધારે પાકની સઘનતા હાંસલ કરી છે.
22 જિલ્લાઓએ ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન કમિટી (DLFC) ઇન્ડેક્સમાં 90થી વધારે કુલ સ્કોર મેળવ્યો છે.
29 જિલ્લાઓએ ઔદ્યોગિક ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે.
સ્ટાર્ટઅપ્સની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લાઓ ગુજરાતના ટોચના જિલ્લાઓ છે.
નવસારી જિલ્લો અપર પ્રાઇમરીમાંથી સેકન્ડરી બનીને પરિવર્તનનો સૌથી ઊંચો દર ધરાવે છે.
રાજ્યનાં તમામ જિલ્લાઓ ITIsમાં 90 ટકાથી વધારે ઉમેદવારોને તાલીમ આપી છે.
કુલ 25 જિલ્લાઓમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસમાં કુલ નોંધણી થયેલા ઉમેદવારો માટે 60 ટકાથી વધારે પ્લેસમેન્ટ રેશિયો (રોજગારી પ્રદાન કરવાનો રેશિયો) જોવા મળ્યો છે.
27 જિલ્લાઓ 80 ટકાથી વધારે કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધરાવે છે.
31 જિલ્લાઓએ 85 ટકાથી વધારે સંસ્થાગત પ્રસૂતિઓ કરવામાં સફળતા મેળવી છે.
અમદાવાદ જિલ્લાએ ULBs અને GPsના પોતાના સંસાધનોમાંથી સૌથી વધારે માથાદીઠ આવક નોંધાવી છે.
ગાંધીનગર, સુરત અને ભરુચ જિલ્લાઓએ પીએમએવાય – ગ્રામીણ અને સહેરી અંતર્ગત નિર્માણ માટે મંજૂર થયેલા ઘરોના નિર્માણની સૌથી વધુ ટકાવારી નોંધાવી છે.
તમામ 33 જિલ્લાઓ આધાર સાથે જોડાયેલા રેશન કાર્ડની ટકાવારી 99 ટકાથી વધારે ધરાવે છે.
25 જિલ્લાઓએ મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત 95 ટકાથી વધારે વિદ્યાર્થીઓને ભોજન પ્રદાન કર્યું છે.
29 જિલ્લાઓએ ગુણવત્તાના ધારાધોરણો પૂર્ણ કરવા પાણીના 85 ટકા નમૂનાં લીધા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર જિલ્લાઓએ આઇપીસી (ભારતીય દંડસંહિતા) અપરાધોનાં આરોપનામાં રજૂ કરવા માટે ઓછામાં ઓછા દિવસો લીધા છે.
કુલ નવ જિલ્લાઓએ સ્વાગત પોર્ટલ પર ફરિયાદોનું 100 ટકા નિવારણ કર્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, “જ્યારે જનકેન્દ્રિત વહીવટ હોય છે, જ્યારે વિકાસલક્ષી વહીવટી હોય છે, ત્યારે તે સમસ્યાઓનું સમાધાન કરવાની સાથે શ્રેષ્ઠ પરિણામો પણ આપે છે. સુશાસનમાં જનતા પ્રત્યે જવાબદારીની ભાવના રહેલી હોય છે. જો કોઈ રાજ્યમાં એક જિલ્લો સારી કામગીરી અને એ જ રાજ્યમાં અન્ય જિલ્લાઓ સારી કામગીરી ન કરે, તો પછી એની પાછળનું વાસ્તવિક કારણ સુશાસનમાં ફરક હોય છે.”
છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન DARPGએ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2019, ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021, NeSDA 2019, NeSDA 2021, DGGI જમ્મુ અને કાશ્મીર તથા હવે DGGI ગુજરાત જાહેર કરીને વહીવટી વ્યવસ્થામાં માપદંડ સમાન અદ્યતન સુધારાઓ સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યા હતા.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે તેમના સંદેશમાં કહ્યું હતું કે, “સૌપ્રથમ DGGI ગુજરાતનું પ્રકાશન એક સીમાચિહ્નરૂપ સફળતા છે. વહીવટી વ્યવસ્થાના મૂળભૂત એકમ તરીકે જિલ્લો નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે સંપર્કનું પ્રથમ સ્થાન છે. તેઓ વિકાસ, સમાજના વંચિત સમુદાયોના કલ્યાણ તથા નાગરિકોની સર્વાંગી સુખાકારી માટે પ્રેરકબળ તરીકે કામ કરે છે. એટલે તેમની કામગીરીનું મૂલ્યાંકન વિકાસ સાથે થવું જોઈએ અને તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધાત્મકતાની ભાવના ઊભી થવી જોઈએ. DGGI ગુજરાતના દરેક 33 જલ્લાઓને દેશના શ્રેષ્ઠ વહીવટ ધરાવતા જિલ્લાઓના સ્તર સુધી વિકાસ કરવામાં સક્ષમ બનાવશે.”
આ પ્રસંગે DARPGએ એ અધિકારીઓનો આભાર માન્યો, જેમણે આ ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ તૈયાર કરવા અને દેશના “મહત્તમ વહીવટ – લઘુતમ સરકાર”ના વહીવટી મોડલને આગળ વધારવા સક્ષમ બનાવ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.