સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે બંગાળમાં ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ અંગે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંગાળ સરકારને કહ્યું કે, શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. ફિલ્મને ચોક્કસ જિલ્લામાં પ્રતિબંધિત કરી શકાય પણ સમગ્ર રાજ્યમાં નહીં! જનતાની લાગણીઓને કાબૂમાં રાખવી એ સરકારનો વિશેષાધિકાર છે, ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં એક ડિસ્ક્લેમર મૂકવું પડશે કે 32,000ના આંકડાનો કોઈ પાક્કો આધાર નથી. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈએ થશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, રાજ્ય શક્તિનો ઉપયોગ પ્રમાણસર હોવો જોઈએ. કોઈપણ પ્રકારની અસહિષ્ણુતા સહન કરી શકાતી નથી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર કોઈની લાગણીના જાહેર પ્રદર્શનના આધારે નક્કી કરી શકાતો નથી. લાગણીઓનું જાહેર પ્રદર્શન નિયંત્રિત હોવું જોઈએ, જો તમને તે પસંદ ન હોય તો તેને જોશો નહીં.
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ મુકવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે ફિલ્મનું ટીઝર, જેમાં 32000 છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી, તેને હટાવી દેવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. તે હાઈકોર્ટે પણ આદેશમાં આ વાત લખી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે, ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્યની છે. 13 લોકોની ફરિયાદના આધારે તેઓ ફિલ્મ પર કેવી રીતે પ્રતિબંધ લગાવી શકે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, જો તમે લોકોની અસહિષ્ણુતાના આધારે ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરશો તો લોકો માત્ર કાર્ટૂન અથવા સ્પોર્ટ્સ જ જોઈ શકશે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, જ્યારે ફિલ્મ આખા દેશમાં ચાલી શકે છે, તો પશ્ચિમ બંગાળમાં શું સમસ્યા છે. જો કોઈ એક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા હોય તો ત્યાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવો. સીજેઆઈએ કહ્યું કે, જો કોઈ એક જિલ્લામાં કોઈ સમસ્યા હોય તો દરેક જગ્યાએ નિયંત્રણો લાદવામાં આવતા નથી. એ જરૂરી નથી કે વસ્તી વિષયક સમસ્યા દરેક જગ્યાએ સરખી જ હોય. તે ઉત્તરમાં અલગ છે, તે દક્ષિણમાં અલગ છે. તમે આ રીતે મૂળભૂત અધિકારો છીનવી શકતા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.