Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા

48
0

એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે. આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ જાણે કે સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો ગુજરાતના અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો.

આ હુમલામાં પરણિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. યુવક પરણિતાના એક તરફી પ્રેમમાં હતો. ઘટના કઇક એવી છે કે યુવક પરણિતાને પામવા માગતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. જો કે યુવતીના લગ્ન થઇ ગયા હતા. જેથી યુવતીને પામવા માટે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા હતા.સરદારનગર પોલીસે સમગ્ર ઘટના મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field