ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે વર્ષ 2023માં બાઝની માફક ઉડાણ ભરી છે. આ યુવા બેટરે પોતાની બેટિંગથી બધાને પોતાના પ્રશંસક બનાવી દીધા છે. સૌપ્રથમ ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. જેમાં તોફાની બેવડી સદી પણ સામેલ હતી. ત્યાં જ હવે આઇપીએલમાં પણ તેણે પોતાના જબરદસ્ત ફોર્મથી બોલરોને પરેશાન કરી નાંખ્યા છે. 15મી મેના રોજ હૈદરાબાદ સામેની સદી જોયા બાદ ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે તેની અમદાવાદની લવ સ્ટોરી જણાવી છે.
શુભમન ગીલે પોતાની બેટિંગથી લોકોને દરેક રીતે પ્રભાવિત કર્યા છે. પરંતુ અમદાવાદના યુવા બેટ્સમેનના આંકડા કંઈક બીજું જ કહી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ બોલરો માટે કહેર સમાન સાબિત થાય છે. તેણે 15 મેના રોજ આ મેદાન પર IPLની પ્રથમ સદી ફટકારી હતી. જેમાં તેણે 58 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 7મી મેના રોજ લખનૌ સામે આ ટ્રેક પર 51 બોલમાં 94 રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્યાં જ ટીમ ઇન્ડિયા માટે રમતી વખતે ગિલનું બેટ આ મેદાન પર શાંત ન રહ્યું હતું.
આ જ રીતે તેણે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ટી-20 સદી ફટકારી હતી. આ આંકડાઓ જોયા બાદ વીરેન્દ્ર સેહવાગે તેના અને અમદાવાદ વચ્ચેના પ્રેમની કહાની જણાવી છે. સેહવાગે ક્રિકબઝ પર ગિલની બેટિંગના વખાણ કરતા કહ્યું, “આ સૌથી મોટો પ્રકરણ ઉમેરાયો (શુબમન ગિલ અને અમદાવાદ વચ્ચેની લવ સ્ટોરીમાં). હું તેના બદલે કહીશ કે હવે લગ્ન છે, લવ સ્ટોરી લગ્નમાં ફેરવાઈ ગઈ છે.
એવું લાગતું હતું કે તે સંપૂર્ણપણે અલગ સપાટી પર બેટિંગ કરી રહ્યો હતો. ગિલ સરળતાથી બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો જ્યારે અન્ય તમામ બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘અમે ઘણા સમયથી શુભમન વિશે વાત કરી રહ્યા છીએ. આ વર્ષે તેણે ટી-20 અને ટેસ્ટમાં સદી ફટકારી હતી, વન-ડેમાં બેવડી સદી ફટકારી અને હવે આઇપીએલમાં પણ સદી ફટકારી છે. સદી બાદ શુભમન ગિલ IPLમાં 500 રનનો આંકડો પાર કરી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.