પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી 4 અને 5 મેના રોજ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર તેઓ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ માહિતી આપી છે. લગભગ 12 વર્ષના અંતરાલ પછી ભારતની મુલાકાત લેનારા બિલાવલ પ્રથમ વિદેશ મંત્રી હશે. હિના રબ્બાની ખાર જુલાઈ 2011માં ભારતની મુલાકાત લેનાર છેલ્લા પાકિસ્તાની વિદેશ મંત્રી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે નવી દિલ્હી આવ્યા હતા ત્યારથી પાકિસ્તાનના કોઈ મોટા નેતા ભારત આવ્યા નથી.
ભારતે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીને વિદેશ મંત્રીઓ અને SCOના મુખ્ય ન્યાયાધીશોની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ભારત અને પાકિસ્તાન બંનેને SCOના પૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે. બંનેએ તેમના દ્વિપક્ષીય વિવાદોને કારણે બ્લોકને નબળો ન પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદથી ભારત-પાકિસ્તાનના સંબંધો અત્યંત તંગ બની ગયા છે.
ઓગસ્ટ 2019 પછી સ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું. આઠ સભ્યોની સંસ્થા SCOમાં વર્તમાન અધ્યક્ષ ભારત હોવાથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. SCOના સભ્ય દેશોમાં ભારત, રશિયા, ચીન, કિર્ગીઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.