ઓક્ટોપસ સામાન્ય રીતે મનુષ્યો સાથે ખૂબ મૈત્રીપૂર્ણ હોય છે. જોકે, આમાંના કેટલાક આકર્ષક દરિયાઈ જીવોને ખૂબ જ ઝેરી પણ માનવામાં આવે છે. આનું મુખ્ય ઉદાહરણ વાદળી-રીંગવાળા ઓક્ટોપસ છે. આ પ્રાણી જોવામાં ખૂબ જ સુંદર છે, પરંતુ જ્યારે તેને ખતરો લાગે છે, ત્યારે તે તેનો ઝેરી ડંખ લગાવી શકે છે. તેનું ઝેર અન્ય જીવોને પણ મારી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એક ઝેરી વાદળી રંગના ઓક્ટોપસ દ્વારા બે વખત કરડવાથી એક મહિલા બચી ગઈ હતી. લાઈવ સાયન્સના અહેવાલ મુજબ, 16 માર્ચે સિડનીના બીચ પર સ્વિમિંગ કરતી વખતે એક અજાણી ઓસ્ટ્રેલિયન મહિલા બ્લુ-રીંગવાળા ઓક્ટોપસ સાથે સામસામે આવી હતી. ત્યારે આ ઝેરી જીવે મહિલાના પેટમાં બે વખત ડંખ માર્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ (NSW) એમ્બ્યુલન્સ સર્વિસે ફેસબુક પર આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું છે. મહિલા બીચ પર હતી. અહીં તેણે શેલ આકારનું એક નાનું પ્રાણી જોયું. મહિલા તેને નજીકથી જોવા માંગતી હતી. તેણે પ્રાણીને ઉપાડ્યું. સ્ત્રી અજાણ હતી કે, પ્રાણી વાદળી રીંગવાળું ઝેરી ઓક્ટોપસ હતું. તેણે ઓક્ટોપસને હાથમાં પકડતાં જ તે લપસીને તેના પેટ પર પડ્યો. ઝેરી ઓક્ટોપસ કરડ્યા બાદ મહિલાને પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો. ત્યારબાદ પેરામેડિક્સની ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.
ત્યારબાદ મહિલાને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. જ્યાં ઓક્ટોપસે ડંખ માર્યો હતો તે જગ્યાને ડોક્ટરોએ ઠંડા પાણીથી ભીંજવી હતી. વૈજ્ઞાનિકોના મતે, વાદળી રંગના ઓક્ટોપસમાં ટેટ્રોડોટોક્સિન નામનું એક ખાસ પ્રકારનું ઝેર હોય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) માને છે કે સોડિયમ આયન ચેનલોને અવરોધિત કરીને, ટેટ્રોડોટોક્સિન ચેતાઓને સ્નાયુઓને સંકેતો મોકલતા અટકાવે છે. તે શ્વાસની તકલીફ અને મૃત્યુમાં પણ પરિણમી શકે છે, કારણ કે તે તમારા શરીરના સ્નાયુઓને નબળા પાડે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.