Home દેશ - NATIONAL PMO ના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ કરાઈ

PMO ના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ કરાઈ

102
0

પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં VIP સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તેઓ જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા દેખાય છે. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો. VIP સુરક્ષા કવચ મેળવનારા ગુજરાતના એક વ્યક્તિ કે જે કથિત રીતે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપતા હતા તેની J&K પોલીસે શ્રીનગરમાં ધરપકડ કરી છે.

કિરણ પટેલ તરીકે ઓળખાતા આ ઇસમની સામે કલમ 419, 420, 467, 468, 471 આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સિ.એન.એન ન્યુઝ ૧૮ દ્વારા પાસે રહેલી FIR ની કોપીમાં લખેલ છે તે પ્રમાણે જણાવીએ કે, “કિરણ ભાઈએ પોતાને ભારતના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખાવ્યા છે. આ વ્યક્તિએ છેતરપિંડી, બનાવટી અને ઢોંગનો આશરો લઈને નાણાકીય તેમજ ભૌતિક લાભો મેળવવા માટે ગૂંથેલી યોજના હેઠળ ભોળા લોકો સાથે છેતરપિંડી કરી છે”. સીએનએન ન્યૂઝ 18 દ્વારા એક્સેસ કરાયેલા કેટલાક વીડિયો અને ફોટામાં તેને ભારે સુરક્ષા કવચ સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા જોઈ શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્યારે કહેવાય છે હિટવેવ?.., કેવી હોય અસર, હિટવેવથી બચવા શું કરવું – શું ન કરવું ?.. જાણો
Next articleપાકિસ્તાનના વિત્ત મંત્રીનું IMFની શરતને લઈને આપ્યું મોટું નિવેદન