Home દુનિયા - WORLD આફ્રિકન દેશ મલાવીમાં Freddy એ મચાવ્યો કહેર, 300થી વધુ લોકોના જીવ ગયા

આફ્રિકન દેશ મલાવીમાં Freddy એ મચાવ્યો કહેર, 300થી વધુ લોકોના જીવ ગયા

92
0

માત્ર બે કરોડની વસ્તીવાળા ગરીબ આફ્રિકન દેશ મલાવી પર મોટો કહેર તૂટ્યો છે. આ લેંડલોક્ડ દેશમાં હાલમાં જ આવેલા વાવાઝોડા ફ્રેડીએ ભયંકર તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 326 લોકોના મોત થઈ ચૂક્યા છે અને મૃતકોનો આંકડો સમયાંતરે વધી રહ્યો છે. મલાવીમાં હાલ સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને રોજબરોજની જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક રસ્તાઓ જમીનમાં સમાઈ ગયા છે અને રસ્તાઓની જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. મલાવીમાં મહાડો પર થયેલા વરસાદને કારણે કીચડ અને માટી પણ વરસાદી પાણીમાં વહીને આવે છે. આ કીચડ લોકોના ઘરમાં ઘૂસી ગયું છે, સ્થિતિ ખુબ વણસી છે. રાહત અને બચાવ અભિયાન ચલાવીને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યૂ કરવાનું કામ થઈ રહ્યું છે. તોફાનની સૌથી વધુ અસર બ્લેંટાયર શહેરની આજુબાજુ જોવા મળી છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના જણાવ્યાં મુજબ ફ્રેડી દક્ષિણી ગોળાર્ધમાં અત્યાર સુધીમાં આવેલા તોફાનોમાં સૌથી શક્તિશાળી બની શકે છે. તે સૌથી લાંબા સમય સુધી ચાલનારું ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ માનવામાં આવી રહ્યું છે. આ ભયંકર તોફાને મધ્ય મોઝાંબિકને ધરાશાયી કરી દીધુ છે. તોફાનનું સ્વરૂપ એટલું ભયાનક છે કે ઈમારતોની છત તૂટી ગઈ અને ભૂસ્ખલનના કરાણે મલાવી તરફ ક્વીલિમેનના પોર્ટની આજુબાજુ પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. અત્રે જણાવવાનું કે મલાવી હાલ પોતાના ઇતિહાસમાં સૌથી ઘાતક કોલેરાના પ્રકોપ સામે પણ ઝઝૂમી રહ્યું છે. યુએનની એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના પગલે ભારે વરસાદની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈસરોના પ્રમુખ એસ સોમનાથે કહ્યું કે “ભારત પોતાના અંતરિક્ષ પ્રવાસન મોડ્યુલ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે”
Next articleઋષભ પંતનો અકસ્માત થયો તે જ પોઈન્ટ પર ફરી થયો કાર અકસ્માત, વીડિયો આવ્યો સામે