Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ઓછી આવક હવાલો આપી પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરતી અરજી પર દિલ્હી...

ઓછી આવક હવાલો આપી પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરતી અરજી પર દિલ્હી કોર્ટેની કડક ટિપ્પણી

70
0

ઓછી આવકનો હવાલો આપીને પોતાની પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરવાની અરજી પર કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ‘લગ્ન પહેલા છોકરાને હોશિયાર બતાવવામાં આવે છે. કમાણીના મોટા મોટા દાવા કરાય છે પરંતુ લગ્ન બાદ સંબંધોમાં ખટાશ આવે એટલે તે બેરોજગાર બની જાય છે. જ્યારે એક વ્યક્તિ લગ્ન કરે તો તેણે આવનારી જવાબદારીઓ માટે તૈયાર રહેવું જોઈએ. દિલ્હીની કડકડડુમા સ્થિત એડિશનલ સેશન ન્યાયાધીશ અરુણ સુખીજાની કોર્ટે કહ્યું કે વિચિત્ર સ્થિતિ છે એક શાનદાર રીતે લગ્ન કરનાર વ્યક્તિ અચાનક રોજ કમાનારા મજૂરથી પણ ઓછી આવકવાળો કેવી રીતે બની જાય છે, કારણ કે તે પોતાની પત્ની અને બાળકોને ભરણપોષણ ભથ્થું આપવા માંગતો નથી.

કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધોમાં ખટાશ જવાબદારીના બંધનો પર ભારે પડી રહી છે. કોર્ટે પ્રતિવાદી પતિને નિર્દેશ આપ્યા છે કે નીચલી કોર્ટ દ્વારા નિર્ધારિત આઠ હજાર રૂપિયા મહિનાનું ભરણપોષણ ભથ્થું ચૂકવો. પ્રતિવાધી યુવકની સગાઈ અને લગ્ન ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. એક કાર્યક્રમ છોકરાવાળાએ કર્યો હતો જ્યારે બીજો કાર્યક્રમ છોકરીવાળા તરફથી થયો હતો. હવે યુવક કહે છે કે તે મહિને માત્ર ચાર હજાર રૂપિયા જ કમાય છે. આઠ હજાર રૂપિયાનું ભરણપોષણ ભથ્થું કેવી રીતે આપી શકે? નીચલી કોર્ટે પહેલા જ આ યુવકને પત્નીને આઠ હજાર રૂપિયા મહિને ભરણપોષણ ભથ્થું આપવાનું કહ્યું હતું પરંતુ યુવકે આ આદેશને સેશન કોર્ટમાં પડકાર્યો. તેનું કહેવું હતું કે તેની માસિક આવક માત્ર ચાર હજાર રૂપિયા છે. આથી તેણે પોતાના ગામના તહસીલદાર પાસે આવકનું પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું.

સેશન કોર્ટે તેના પર ચોંકી જતા કહ્યું કે એક તહસીલદાર આ પ્રકારનું આવકનું પ્રમાણપત્ર કેવી રીતે આપી શકે. ચાર હજાર રૂપિયા કમાતી વ્યક્તિ એવો પણ દાવો કરે છે કે તેણે બેંક પાસેથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી છે જેનો તે હપ્તો ભરે છે. આટલી ઓછી આવક હોય તો કઈ બેંકે તેને લોન આપી. આ મામલામાં ભરણપોષણ ભથ્થાને પડકારતી અરજીમાં યુવકે પત્નીને ખુબ ભણેલી ગણેલી બતાવી અને કહ્યું કે તેની આવક મહિને 80000 રૂપિયા છે. પતિનું કહેવું છે કે પત્ની ઈન્ડિગો એરલાઈન્સમાં કામ કરી ચૂકી છે. જેના પર કોર્ટે કહ્યું કે તેમને એ વાત પચતી નથી કે કોઈ વ્યક્તિ 80 હજાર રૂપિયા કમાનારી પોતાની પુત્રીના લગ્ન મહિને ચાર હજાર રૂપિયાની આવકવાળા વ્યક્તિ સાથે કેવી રીતે કરે. જ્યારે આ લગ્ન સંપૂર્ણ રીતે બે પરિવારોની સહમતિ પર આધારિત છે. કોર્ટે કહ્યું કે આ તમામ તથ્યો ખોટા અને ઉપજાવેલા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાનો દાવો, ‘PMના નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે ભારત’
Next articleરુદ્રાક્ષનું મહત્વ, ભગવાન શિવ ની પૂજા-અર્ચના માં  રુદ્રાક્ષ શ્રેષ્ઠ અને રુદ્રાક્ષ ધારણ કરવાનાં ફાયદાઓ ..