Home દુનિયા - WORLD ઓસ્ટ્રેલિયામાં ફરી હિંન્દુ મંદિર પર થયો હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

ઓસ્ટ્રેલિયામાં ફરી હિંન્દુ મંદિર પર થયો હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

47
0

બ્રિસ્બેન સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર તોડફોડ કરી છે. આ પહેલાં જાન્યુઆરીના મેલબર્નમાં 15 દિવસની અંદર ત્રણ હિંદુ મંદિરો પર હુમલો થયો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. છતાં પણ મંદિરમાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ સાબિત કરે છે કે, શાંતિપૂર્ણ અને બહુધર્મી ભારતીય ઓસ્ટ્રેલિયાઈ સમાજમાં નફરત અને વિક્ષેપન કરવાની કોશિશ છે. જાણકારી મુજબ, ઘટના 3 માર્ચ સવારની છે. જ્યારે શ્રદ્ધાળુઓ પૂજા માટે મંદિર ગયા હતા. તે દરમિયાન બ્રિસ્બેન સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની દિવાલ પર ભારત વિરોધી નારાઓ લખવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાનું જણાવાય રહ્યું છે.

જણાવી દઈએ કે, બે મહિનાની અંદર ઓસ્ટ્રોલિયામાં કોઈ મંદિર સાથે જોડાયેલી આ ચોથી ઘટના છે. મંદિરના અધ્યક્ષ સતિંદર શુક્લાએ મીડિયાને જણાવ્યું કે, મંદિરમાં પૂજારી અને ભક્તોને આજે સવારે ફોન કર્યો અને આપણા મંદિરની દિવાલો પર તોડફોડ વિશે જાણકારી અપાઈ. શુક્લાએ કહ્યું કે, તેઓ મેનેજમેન્ટ કમિટીના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તેઓ વિગતવાર નિવેદન આપશે. અગાઉ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિરને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ મંદિરની નજીક રહેતા રમેશ કુમારે કહ્યું કે, હું જાણું છું કે હિંદુ મંદિરોમાં શું થયું છે, નફરતનો સામનો કરવો એ પોતાનામાં ખૂબ જ દુઃખદ અનુભવ છે. ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી 6.84 લાખ છે. હિંદુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. આ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7% છે. આ આંકડા 2021ની વસ્તી ગણતરીના છે. વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારતીય વિદ્યાર્થીઓ બીજા નંબરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર માં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
Next articleબાંગ્લાદેશના ચટગાંવ ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ, 6 લોકોના મોત, 30થી વધુ લોકો ઘાયલ