Home રમત-ગમત Sports મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તમામ તૈયારીઓ થઇ ગઇ પૂર્ણ

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તમામ તૈયારીઓ થઇ ગઇ પૂર્ણ

48
0

બીસીસીઆઇનો મહત્ત્વનો નિર્ણય, લાઇવ મેચ જોવા માંગતી મહિલાઓને મફત ટિકિટ

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. પાંચ ટીમો વચ્ચે રમાનાર પ્રથમ સિઝનને યાદગાર બનાવવા માટે બીસીસીઆઇ એ તમામ પ્રકારના પ્રયાસ કર્યા છે. દિગ્ગજ ખેલાડીઓથી સજેલી આ લીગને લઇ ફેન્સમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન મેચને સ્ટેડિયમમાં જઇ લાઇવ જોવા માટે પણ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખબરો અનુસાર, Book My Show ને આધિકારિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ટિકિટોને લઇ આ કંપનીને સાથે જોડવામાં આવી છે. આવામાં એપ્લિકેશન અને વેબસાઇટ પર ટિકિટો ખરીદી શકાશે. જે ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમમાં જઇ મેચ જોવા માંગે છે તેઓ બુકમાય શોની એપ્લીકેશન અથવા વેબસાઇટ પર જઇ લોગઇન કરી ટિકિટ ખરીદી શકે છે.

હાલમાં મહિલા પ્રીમિયર લીગની ઑફલાઇન ટિકિટ વિશે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ ઑનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. 4 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની પ્રથમ મેચ માટે ટિકિટનું વેચાણ થઈ ગયું છે. કોઇ પણ વ્યક્તિ ઓનલાઈન પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. અન્ય મેચોની ટિકિટ પણ આ જ રીતે વેચવામાં આવશે. જોવાનું રહેશે કે ઑફલાઇન ટિકિટ માટે શું વ્યવસ્થા હશે. BCCIએ ટૂર્નામેન્ટ માટે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહિલા પ્રેક્ષકો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સ્ટેડિયમમાં જવા માટે મહિલાઓની ટિકિટ માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. જોકે પુરૂષ પ્રેક્ષકો માટે ટિકિટની કિંમત નક્કી કરવામાં આવી છે. 100 અને 400 રૂપિયામાં ટિકિટ ખરીદી શકાય છે. આ રકમ કોઈપણ વય જૂથની મહિલાઓને ચૂકવવાપાત્ર રહેશે નહીં. બોર્ડ દ્વારા તેને સારો નિર્ણય માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 4 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે અને તેમાં કુલ 22 મેચો રમાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅલ્લુ અર્જુનએ ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સાઈન કરી
Next articleહવે હું સરકારી શાળામાં મારા સંતાનને દાખલ કરવામાં ખચકાઉ નહીં – સરકારી શાળાઓ અંગે અમારી સમજણ બદલાઈ છે..   -ખાનગી શાળાના શિક્ષકો