Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અદાણી-હિંડનબર્ગ કેસ માટે બની એક્સપર્ટ કમિટી, SEBI 2 મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ

અદાણી-હિંડનબર્ગ કેસ માટે બની એક્સપર્ટ કમિટી, SEBI 2 મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ

67
0

અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બંને આરોપ પર પહેલેથી તપાસ કરી રહી છે . આથી આવામાં સેબીની તપાસ ચાલુ રહેશે. SEBI એ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

એટલું જ નહીં આ મામલે 6 સભ્યોની ટીમ કરશે તપાસ?.. જાણો કઈ છે આ તપાસ ટીમ.. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે. અને શું છે આ સમગ્ર મામલો? તે જાણો.. અમેરિકી ફર્મ હિંડનબર્ગે હાલમાં જ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરાફેરી અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો.

આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોનું જબરદસ્ત ધોવાણ થઈ ગયું. જો કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી. સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ?.. તે જાણો.. હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. અરજીકર્તાઓએ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૭૨૩૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleરાહુલ ગાંધીએ આ શું કહી દીધું?!…ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના વખાણ કર્યા, શું કહ્યું? તે જાણો..