Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ઓટો, રિયાલ્ટી, બેંક અને ટૂરિઝમ ક્ષેત્રમાં માંગ ઝડપથી વધતા વેચાણ-નફામાં 20 ટકા...

ઓટો, રિયાલ્ટી, બેંક અને ટૂરિઝમ ક્ષેત્રમાં માંગ ઝડપથી વધતા વેચાણ-નફામાં 20 ટકા વધારો

68
0

(જી.એન.એસ) તા.16


નવી દિલ્લી


દેશમાં વાહનો, મકાનો, વીજળી અને ટૂરિઝમની માંગ ઝડપથી વધી રહી છે. આ માટે બેંકો પાસેથી લોન લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ જ કારણ રહ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓટોમોબાઈલ,રિયલ્ટી,બેન્ક, પાવર, હોસ્પિટાલિટી અને પેપર કંપનીઓના વેચાણ અને નફામાં 20-20 ટકાનો વધારો થયો છે. સ્થાનિક કોર્પોરેટ ક્ષેત્રની સરેરાશ કામગીરી કરતાં આ ઘણું સારું પ્રદર્શન રહ્યું છે.


ડિસેમ્બર ક્વાર્ટરના અત્યાર સુધીમાં 2000થી વધુ કંપનીઓના પરિણામો આવી ચૂક્યા છે. તેમના વેચાણમાં 16.1% નો વધારો થયો છે પરંતુ નફામાં સરેરાશ માત્ર 5.3% નો વધારો થયો છે. જોકે, કોર્પોરેટ ખર્ચમાં 18.0% વધારો અને વ્યાજમાં 24.9% વધારાને કારણે અસર થઇ હતી. એક વર્ષ અગાઉ વેચાણમાં 24.3% અને નફો 35.9% વધ્યો હતો. આઇ બેન્ક ઓફ બરોડા મુજબ વેચાણ – નફાના આંકડામાં વ્યાપક તફાવત બેઝ ઇફેક્ટને કારણે છે.બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ કંપનીઓના વેચાણ અને નફા બંનેમાં છેલ્લા ક્વાર્ટરમાં તીવ્ર વધારો થયો છે. તેમના મતે એફોર્ડેબલ હાઉસિંગનો બિઝનેસ પ્રીમિયમ પ્રોપર્ટીની બરાબરી પર વધ્યો હતો. હોમ લોનની માંગ વધી છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૧૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleનાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન, રાજ્યો ની સંમતિ થી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવાશે