Home મનોરંજન - Entertainment જાની દુશ્મન રાખી-શર્લિન હવે બંને સારા મિત્રો બની ગયા, બંનેના વીડિયો વાઇરલ...

જાની દુશ્મન રાખી-શર્લિન હવે બંને સારા મિત્રો બની ગયા, બંનેના વીડિયો વાઇરલ થયા

69
0

(જી.એન.એસ) તા.16


મુંબઈ


રાખી સાવંત તથા શર્લિન ચોપરા વચ્ચે 36નો આંકડો હતો, પરંતુ હવે બંને સારા મિત્રો બની ગયા છે. હાલમાં જ સો.મીડિયામાં બંનેના વીડિયો વાઇરલ થયા છે. આ વીડિયોમાં શર્લિન પોતાની નવી મિત્ર રાખીને ફૂલ આપે છે અને રાખીને તે ગાલ પર કિસ કરે છે. આ ઉપરાંત રાખીએ શર્લિનની માફી પણ માગી હતી. શર્લિને એમ કહ્યું હતું કે આ મિત્રતા હવે ક્યારેય તૂટશે નહીં.


શર્લિનની સામે જોઈને રાખીએ કહ્યું હતું, ‘પ્રેમ થયો ને લગ્ન કરી લીધા. કંઈ જ ખબર ના પાડી અને બરબાદ થતી ગઈ.’ રાખીની વાત સાંભળીને શર્લિને કહ્યું હતું, ‘અમારી મુલાકાત 9 ફેબ્રુઆરીની સાંજે થઈ હતી. મેં રાખીને પૂછ્યું કે તમને તમારો રાજકુમાર મળ્યો હોવા છતાં ખુશ કેમ નથી? મને ત્યારે ખબર પડી કે આનો રાજકુમાર દુનિયાનો સૌથી મોટો ઠગ છે અને તે લોકોને બેવફૂક બનાવે છે. તે લોકો સાથે છેતરપિંડી કરે છે.’શર્લિને વધુમાં કહ્યું હતું, ‘જ્યારે રાખીએ મને કહ્યું કે મૈસૂરમાં એક ઈરાની યુવતીનું આદિલે યૌન શોષણ કર્યું છે તો આ સાંભળીને મારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા. મને લાગ્યું કે યાર આ વ્યક્તિએ કેટલી માહિલાઓ સાથે ખોટું કર્યું છે.’રાખી-શર્લિન ભૂતકાળમાં એકબીજા વિરુદ્ધ અનેકવાર બોલતા જોવા મળી હતી. હવે આ બંનેની મિત્રતા જોઈને સો.મીડિયા યુઝર્સને પણ નવાઈ લાગી છે. એક યુઝરે કહ્યું હતું, ‘એક સમયે બંને એકબીજાની જાની દુશ્મન હતી, પરંતુ આજે પાક્કી બહેનપણી બની ગઈ.’ અન્ય એકે કમેન્ટ કરી હતી,

‘બંને એક નંબરની ડ્રામે બાજ છે.’ ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતી કે બંને ડ્રામા ક્વીન એક જ ફ્રેમમાં.
થોડાં સમય પહેલાં જ રાખીએ બીજા પતિ આદિલ દુર્રાની ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આદિલે તેનો ન્યૂડ વીડિયો શૂટ કર્યો છે અને હવે તેના આશંકા છે કે પૈસા કમાવવા માટે તેણે તે વીડિયો વેચ્યા પણ હશે. તે આદિલને ડિવોર્સ આપવા માગે છે, કારણ કે આદિલે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. છ ફેબ્રુઆરીએ રાખીએ આદિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઓશિવારા પોલીસે આદિલની ધરપકડ કરી હતી. રાખીએ વધુમાં કહ્યું હતું કે આદિલ તેને લાંબા સમયથી ટોર્ચર કરે છે. તેણે બોલિવૂડમાં નામ કમાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. તેની પાસે જેટલા પણ પૈસા હતા, બધા જ લઈ લીધાય. આ સાથે જ રાખીએ દાવો કર્યો હતો કે આદિલે તેને એમ કહ્યું હતું કે તે હવે તેની પ્રેમિકા તનુ સાથે રહે છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદીપિકા પાદુકોણે બિઝનેસ ક્લાસ ના બદલે ઇકોનોમી ક્લાસ સફર કરતા જોવા મળી
Next articleનિફ્ટી ફયુચર ૧૮૧૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!