(જી.એન.એસ) તા.16
રાજકોટ
આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી. તેમજ પીએફની રકમ પણ કંપની દ્વારા જમા કરાવાઇ નથી. આથી કર્મચારીઓએ કેટલાક દિવસથી ધરણાં શરૂ કર્યા હતા. આમ છતાં કંપનીના સંચાલકો ટસના મસ ન થતા કંટાળેલા કર્મચારીઓએ બુધવારે ઝેરી પ્રવાહીના પારખા કર્યા હતા, બપોરે બે કર્મચારીએ કલેક્ટર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાત્રે ત્રણ કર્મચારીએ કંપનીના માલિકના ફ્લેટ નીચે ઝેરી પ્રવાહી પી લીધું હતું. આથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા. પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ ધરણાંમાં જોડાયેલા 100થી વધુ કર્મચારીઓની અટકાયત કરી તમામને કુવાડવા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.
આ અંગે એસીપી વાય.બી. પટેલે જણાવ્યું હતું કે, અમુલ ઇન્ડસ્ટ્રીઝના વર્કરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બે કર્મચારીએ ઝેરી પ્રવાહી પી લીધું હતું. બાદમાં આ બન્નેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ કર્મચારીઓએ ધરણા કર્યા હતા. ત્યારબાદ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર હાઇટ્સમાં આ કંપનીના ડિરેક્ટર રહેતા હોય કર્મચારીઓ અહીં આવ્યા હતા અને ધરણા કર્યા હતા.વાય.બી. પટેલે વધુમા જણાવ્યું હતું કે, કંપનીના કર્મચારી યુનિયનના આગેવાન અને કંપનીના ડિરેક્ટર વચ્ચે ચર્ચા-વિચારણા કરાવી હતી. જેમાં કંપનીના ડિરેક્ટરે કર્મચારીઓને કહ્યું હતું કે, માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં અમે આ પ્રશ્ન સોલ્વ કરાવી નાખીશું. છતાં પણ કર્મચારીઓ માન્યા નહીં અને ધરણા પર બેસી ગયા હતા. જોકે ધરણા અંગે કર્મચારીઓએ મંજૂરી લીધી ન હોવાથી માલવિયાનગર પોલીસે કર્મચારીઓની અટકાયત આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ કર્મચારીએ ઝેરી પ્રવાહી પીધું હોવાથી તાત્કાલિક 108 બોલાવી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં કર્મચારીઓ અને કંપનીના સંચાલકો વચ્ચે 10 મહિનાથી પગાર અને પીએફની રકમના મુદ્દે તકરાર ચાલતી હતી, કંપનીના સંચાલકોએ પોતાનું જક્કી વલણ દાખવતા અંતે 20 દિવસથી કર્મચારીઓએ ધરણાં શરૂ કર્યા હતા, શરૂઆતમાં કંપનીના કેમ્પસ બહાર ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાનામવા ચોકડી પાસે સિલ્વર હાઇટ્સમાં રહેતા કંપની સંચાલક સુરેશ સંતોકીના એપાર્ટમેન્ટની બહાર ધરણાં અને દેખાવ કરી કર્મચારીઓએ પોતાની માંગ બુલંદ કરી હતી.બુધવારે બપોરે દેખાવકાર કર્મચારીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માગ કરી હતી, જેમાંથી બે કર્મચારીએ કલેક્ટર કચેરીમાં જ ઝેરી પ્રવાહી પી લેતા દોડધામ મચી ગઇ હતી અને પોલીસે બન્ને કર્મચારીના હાથમાંથી ઝેરી પ્રવાહીની બોટલ પડાવી લીધી હતી. જોકે બન્નેએ થોડા ઘૂંટડા પી લીધા હોય બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બબ્બે કર્મચારીઓના આપઘાતના પ્રયાસથી અન્ય કર્મચારીઓમાં ઉશ્કેરાટ ફેલાઇ ગયો હતો.ફરી રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટની નીચે 100થી વધુ કર્મચારીઓ ધરણાં પર બેઠા હતા, એસીપી કક્ષાના પોલીસ અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કંપની સંચાલક સુરેશ સંતોકીને તેમના ફ્લેટની બહાર બોલાવી કર્મચારીઓ સમક્ષ પહોંચાડ્યા હતા. પરંતુ સુરેશ સંતોકીએ ફરીથી પગાર ચૂકવી જ દેવો છે પરંતુ હાલમાં નાણાંની જોગવાઇ નથી તેવું કહેતા કર્મચારીઓની ધીરજ ખૂટી હતી અને દેખાવકાર પૈકીના ગોવિંદભાઇ કાનાભાઇ કદાવલા (ઉં.વ.38), અશોકભાઇ મુળુભાઇ પરમાર (ઉં.વ.32) અન જગદીશભાઇ રામજીભાઇ ઝાલાએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતા અન્ય કર્મચારીઓ રોષે ભરાયા હતા, મામલો બિચકતો લાગતા પોલીસના ધાડા સ્થળ પર ઉતરી ગયા હતા.રાજકોટના માં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ રાજકોટની કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં હતાં. જ્યાં રમેશ બકુત્રા અને ગિરધર સોલંકી નામના કર્મીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રસ્તા પર આળોટતા રમેશ બકુત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજી GIDCમાં સ્ટવ બનાવતી અમૂલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતા 450 કામદારો કંપનીની સામે જ ધરણાં કરવા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા.
રમેશ બકુત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના માલિક સુરેશ કેશવજી સંતોકી દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમના હક્કનો પગા૨ આપવામાં આવ્યો નથી અને છેલ્લા 21 મહિનાથી પગા૨ની રકમમાંથી પીએફ કપાઈ જાય છે, પણ ખાતામાં જમા થતું નથી. આ બાબતે અનેક વખત પૂછતાં યોગ્ય પ્રત્યુત્ત૨ આપવામાં આવતો નથી. જેને લઈને CM અને ગૃહમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.