પાકિસ્તાનમાં સ્થિતિ એટલી હદ સુધી બદતર બની ગઈ છે કે અહીં લોકોએ ખાવા-પીવાના સમાન સાથે પેટ્રોલ-ડીઝલ માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અહીં આસમાને પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર સ્થિતિ એવી છે કે મોંઘા ભાવે પણ પેટ્રોલ મળી રહ્યું નથી. મંગળવારે આવી જ સ્થિતિ પંજાબ પ્રાંતમાં જોવા મળી હતી. પાકિસ્તાનની સમાચાર વેબસાઈટ પાક ઓબ્ઝર્વરના રિપોર્ટ મુજબ પંજાબ પ્રાંતમાં ઘણાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ખલાસ થઈ ગયાની નોટિસ લગાવેલી જોવા મળી હતી.
ઘણી જગ્યાઓ પર પેટ્રોલ 400 રૂપિયે લીટર સુધી બ્લેકમાં વેચાતું હોવાની ખબરો સામે આવી હતી. પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ભૂખ સંતોષવા માટે કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. તાલિબાનમાં સ્થિતિ ખરાબ થવાના કારણે પાકિસ્તાનમાં શરણ લેનારા અફઘાનિસ્તાનના પત્રકારને અહીની સ્થિતિ અફઘાનિસ્તાન કરતા પણ વધારે ભયંકર લાગી રહી છે, પત્રકાર કહે છે કે અહીં લોકો પેટ ભરવા માટે કિડની વેચવા માગે છે. સામી જહેશ નામના એક પત્રકારે ટ્વીટ કરીને લખ્યું છે કે તેમના ઘરમાં ખાવાનું બચ્યું નથી અને તેઓ રૂપિયા માટે પોતાની કિડની વેચવાનું વિચારી રહ્યા છે. તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરુરમંદ લોકો માટે પોતાની તસવીર અને એક વોટ્સએપ નંબર પણ શેર કર્યો છે.
જહેશે ટ્વિટ કર્યું છે કે, “મારી પાસે રૂપિયા ખતમ થઈ ગયા છે. અમારા ઘરમાં ખાવા માટે રોટલી પણ નથી. હું એક એવા દેશમાં છું જે અફઘાનિસ્તાન કરતા પણ બદતર સ્થિતિમાં છે. મારી પાસે કિડની વેચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.” જણાવી દઈએ કે વિદેશી ભંડોળ, રાષ્ટ્રવ્યાપી વીજ કાપ, સરકાર દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્રો પર અફરાતફરી તથા નાસભાગ અને પાકિસ્તાની રૂપિયામાં એક વર્ષમાં આવેલા ભારે ઘટાડાના કારણે પાકિસ્તાનને એ સ્થિતિમાં પહોંચાડી દીધું છે કે તેના માટે આંતરાષ્ટ્રીય દેવું ચૂકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.