Home દુનિયા - WORLD ઇંગ્લેન્ડમાં ડીઓડરન્ટ છાંટવાનાં કારણે 14 વર્ષની બાળકીનું મોત, આ કારણે આવ્યો હૃદયહુમલો

ઇંગ્લેન્ડમાં ડીઓડરન્ટ છાંટવાનાં કારણે 14 વર્ષની બાળકીનું મોત, આ કારણે આવ્યો હૃદયહુમલો

42
0

રોજિંદા જીવનમાં આજના સમયમાં લગભગ દરેક જણ કોઈને કોઈ સમયે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ આજે એક રોજિંદી આદતોમાંથી એક બની ગયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે છે કે તેનાથી સીધુ જ નુકસાન થઈ શકે છે. કેટલીકવાર આ ડિઓડરન્ટ્સમાં હાજર રસાયણો માત્ર ત્વચાને જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ શરીર પર બળતરા અને ફોલ્લીઓનું કારણ પણ બને છે. આટલું જ નહીં, ડિઓડરન્ટના ઉપયોગને કારણે એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ઇંગ્લેન્ડના ડર્બીમાં રહેતી 14 વર્ષની છોકરીનું ડિઓડોરન્ટ છાંટવાથી મોત થયું છે. જો કે આપણાં માટે તો આ એક ખૂબ જ સામાન્ય આદત છે, ડોકટરોના જણાવ્યા અનુસાર ડીઓડરન્ટનો ઉપયોગ કર્યા પછી છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો કારણ કે તેણે એરોસોલ શ્વાસમાં લીધો હતો. કાર્ડિયાક અરેસ્ટ એ એક એવી મેડિકલ ઈમરજન્સી છે અને એક જીવલેણ સ્થિતિ છે જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ એવી 14 વર્ષીય જ્યોર્જિયા ગ્રીને તેના રૂમમાં ડિઓડોરન્ટ છાંટ્યું હતું. આ પહેલા, તેણીની તબિયત ક્યારેય બગડી ન હતી, પરંતુ જ્યોર્જિયાનું તે દિવસે ડીઓ છાંટ્યા પછી મૃત્યુ થયું હતું. જ્યોર્જિયા તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.

જ્યોર્જિયાના પિતાએ જણાવ્યું હતુ કે તે ઓટીઝમથી પીડિત છે અને તેને ધાબળા પર ડીઓ સ્પ્રે કરવાનું પસંદ હતું. કારણ કે તેનાથી તે હળવાશ અને શાંતિ અનુભવતી હતી. ડિયો કેવી રીતે બન્યો મોતનું કારણ? તે.. જાણો.. ડિઓડોરન્ટ્સમાં એરોસોલ હોય છે જેમાં ઝેરી અને ગૂંગળામણ કરનારા રસાયણો અને વાયુઓ હોય છે જે જીવલેણ હોઈ શકે છે અને આવી ઘટનાઓ માત્ર બાળકો સુધી મર્યાદિત નથી. નિષ્ણાતો કહે છે કે તેના વિશે જાગૃતિ ફેલાવવા અને સલામત ઉપયોગને પ્રોત્સાહન આપવાથી આવી ઘટનાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

આ ઉત્પાદનોને બાળકોની પહોંચથી દૂર રાખવા અને બાળકો સાથે તેનો ઉપયોગ મર્યાદિત રાખવો અથવા ટાળવો હિતાવહ છે. તેના બદલે, માતાપિતા ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી શકે છે. કાર્ડિયાક અરેસ્ટ એ એક એવી મેડિકલ ઈમરજન્સી છે અને એક જીવલેણ સ્થિતિ છે જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. આનાથી પીડિત વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ શકે છે અને જોખમને રોકવા માટે તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રના પાલઘરમાં પતિને અફેરની પત્નીને જાણ થતા ગાઢ નિંદ્રામાં આપી દર્દનાક સજા
Next articleTwitter યુઝર્સ 1 ફેબ્રુઆરીથી એકાઉન્ટ સસ્પેન્શન સામે અવાજ ઉઠાવી શકશે, Twitter યુઝર્સને મળ્યો અધિકાર