દિલ્લી પોલીસે એમેઝોનમાં પાર્ટ ટાઈમ ‘વર્ક ફ્રોમ હોમ જોબ્સ’ આપવાના નામે છેતરપિંડી કરનાર એક ચીની મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેણે અત્યાર સુધીમાં 30,000થી વધુ લોકોને છેતર્યા છે. આ સાથે તેણે 200 કરોડથી વધુની છેતરપિંડી પણ કરી છે. પોલીસે આ ગેંગના 3 સભ્યોની દિલ્લી, ગુરુગ્રામ અને હરિયાણાના ફતેહાબાદમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ સતીશ યાદવ, અભિષેક ગર્ગ અને સંદીપ છે. અભિષેક પેટીએમમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ લીડર વિકાસ મલ્હોત્રા હાલમાં ફરાર છે, જેનું લોકેશન હાલમાં જ્યોર્જિયામાં છે. દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકી નકલી વેબસાઈટ બનાવીને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમનો પ્રચાર કરતી હતી. આ દરમિયાન ઠગ ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ અપાવવાના નામે ખાતામાં પૈસા જમા કરાવતા હતા. જ્યારે દિલ્લી પોલીસને ફરિયાદ મળી તો તેણે સમય ગુમાવ્યા વિના તપાસ શરૂ કરી.
તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી પાસેથી 1 લાખ 18 હજાર રૂપિયાની છેતરપિંડી નકલી કંપનીના કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે બાદમાં 7 અલગ-અલગ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તે બેંક ખાતાની તપાસ કરી તો તે દિવસે 30,000 લોકો સાથે લગભગ 5 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
ડીએસપી દેવેશ માહેલાના જણાવ્યા અનુસાર, છેતરપિંડી કરાયેલા નાણાં ક્રિપ્ટોકરન્સી, રેઝરપે અને અન્ય એપ દ્વારા ચીન અને દુબઈ મોકલવામાં આવી રહ્યા હતા. તપાસમાં પોલીસને નકલી વેબસાઈટનું સર્વર ચીનના બેઈજિંગમાં હોવાની માહિતી પણ મળી હતી. પોલીસ હવે જ્યોર્જિયામાં બેઠેલી આ ગેંગના લીડર વિકાસ મલ્હોત્રા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આ સાંઠગાંઠ તોડી શકાય.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.