મુંબઈ લોકલ ટ્રેન (Mumbai local train)માં દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે. આ પ્રવાસની ઘણી અજીબ વાતો અને ઘટનાઓ આપણે સાંભળી હશે, પરંતુ ટ્રેનની સફર હંમેશા સુખદ હોય તે જરૂરી નથી. હાલમાં ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે 9:40 વાગ્યે અંબરનાથ લોકલ ટ્રેનની સીટ પર વપરાશ કરેલ કોન્ડોમ (used condom on Train seat) મળી આવ્યો છે. એક મુસાફરે આ કોન્ડોમનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો અને @drmmumbaicr, @RailMinIndia, @Central_Railway ને ટેગ કર્યા છે તથા હેશટેગ #Ambernath પણ કર્યું છે. ટ્વિટર પર આ પોસ્ટ વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટનામાં અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું કહેવામાં આવ્યું છે. કરી રોડ પર એક મુસાફરે સીટ પર વપરાશ કરેલ કોન્ડોમ જોયો હતો અને ટ્રેન ડોંબિવલી પહોંચી ત્યાં સુધી કોન્ડોમ સીટ પર જ હતો.
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ડિવિઝનલ રેલ્વે મેનેજરે મુંબઈ RPF ને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. મુંબઈ લોકલ ટ્રેનની અસ્વચ્છતાને કારણે અનેકવાર તેની ટીકા કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના સામે આવી હોય તેવું પહેલી વાર બન્યું છે. ટ્રેનના ડબ્બામાં CCTV હતા કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મુંબઈની અનેક લોકલ ટ્રેનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાને સંબંધિત કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ટ્વિટ વાયરલ થયા બાદ એક ટ્વિટર યૂઝરે કમેન્ટ કરી છે કે, “વ્હોટ ધ હેલ? રાત્રિના સમયે ટ્રેનમાં મજા લેવામાં આવી રહી છે.” અગાઉ બેંગ્લોરની એક શાળામાં ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓની નોટબુક તપાસવામાં આવતા તેમની બેગમાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ત્યારબાદ કર્ણાટક ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (KDCD) એ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગર્ભનિરોધક અને કોન્ડોમના વેચાણ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ આ નિર્ણયના કારણે થયેલા વિવાદ બાદ આ પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.