Home ગુજરાત લુખાસણના પશુપાલકે વ્યાજે લીધેલા દોઢ લાખના રૂ.2.22 લાખ ચુકવ્યા છતાં‌ વ્યાજખોરે રૂ.5...

લુખાસણના પશુપાલકે વ્યાજે લીધેલા દોઢ લાખના રૂ.2.22 લાખ ચુકવ્યા છતાં‌ વ્યાજખોરે રૂ.5 લાખની ઉઘરાણી કરી

32
0

પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરાતાં પાટણ જિલ્લામાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોમાં હિંમત આવીને પાટણ જિલ્લામાં 9 ફરિયાદ નોંધાઇ હતી ત્યારે સિદ્ધપુરના લુખાસણ ગામે પશુપાલકે ભેંસો ખરીદવા વ્યાજે લીધે રૂ.દોઢ લાખ 8 મહિનામાં ભેંસો વેચીને રૂ.2,22,500 ચુકવ્યા છતાં વ્યાખોરની આકરી ઉઘરાણી કરીને રૂ.5લાખ હજી બાકી છે તેમ કહીંને પશુપાલકે સિક્યોરીટી પેટે આપેલ ચેકમાં રૂ.900000 ભરીને બેન્કમાં બાઉન્સ કરાવીને સિદ્ધપુર કોર્ટ કેસ દાખલ કર્યો હતો. પશુપાલકે સિદ્ધપુર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. લુખાસણ ગામે રહેતાં પશુપાલક જેઠાભાઇ લાલાભાઇ પ્રજાપતિએ ભેંસો લાવવા તા.10-01-2019ના રોજ પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ રહે.

સિદ્ધપુર પાસેથી રૂ.1,50 લાખ માસિક દોઢ ટકા વ્યાજે લીધા હતા. તેના સિક્યોરીટી પેટે બે ચેક રૂ.1,50,000 લખાવી તેમાં જેઠાભાઇની સહી કરેલ હતી. રૂ.6000 વ્યાજ કાપી રૂ.1,44,000 આપેલા હતા. ત્યારબાદ જેઠાભાઇએ તા.10/01/2019થી તા.28/08/2019 સુધીમાં ભેંસો વેચીને રૂ.2,22,500 રોકડા ચુકવી દીધા હતા. છતાં વિષ્ણુભાઇ પટેલે ઉઘરાણી ચાલુ રાખી હજી વ્યાજ સહીત રૂ.5 લાખ લેવાના બાકી નીકળે છે.

તેમ જણાવી અવાર નવાર ખેતરે આવીને જેઠાભાઇ અને તેમની પત્ની પાસે કડક ઉઘરાણી કરીને જેમફાવે તેમ બોલીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં જેઠાભાઇએ સિદ્ધપુર પોલીસ મથકે પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ રહે.સિદ્ધપુર સામે ફરિયાદ નોંધાવતાં તપાસ અધિકારી પીએસઆઇ પી.એમ.બોડાણા હાથ ધરી હતી. વિષ્ણુભાઇ પાસેથી જેઠાભાઇએ વ્યાજે પૈસા લેતી વખતે સહીવાળો કોરો ચેક આપેલો હતો.

તે ચેક તેઓએ જેઠાભાઇની જાણ બહાર ૨કમ રૂ.9,00,000 લખી વિપુલભાઇ કાંતીભાઇ પટેલ રહે.બિલીયા તા.સિધ્ધપુરના રણુજ નાગરીક બેન્કના ખાતામાં નાખતા બાઉન્સ થયો હતો. જે અંગે જેઠાભાઇ ઉપર સિદ્ધપુર સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ. રાજુલ દેસાઇએ પાટણ સિવિલમાં ખાલી જગ્યાઓ ભરવા અને પાલિકામાં સફાઇ કામદારો નિમવા રજૂઆત કરી
Next articleયુવતીએ લગ્નને રદ મામલે અરજી પર કર્ણાટક હાઈકોર્ટેનો ચુકાદો, 18 વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં