રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન એવન્યુ સામે આશાપુરા રેસિડેન્સીમાં યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરે બેઠા કોલેજમાં અભ્યાસ કરતાં મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણ (ઉં.વ.18) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહિપાલસિંહ બે બહેન અને ચાર ભાઇમાં ત્રીજો હતો. તેના પિતા સોહનસિંહ ચૌહાણ પ્રાઇવેટ નોકરી કરે છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. જોકે, વર્ષોથી રાજકોટ રહે છે.
મહિપાલસિંહે આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પીએસઆઈ વી.એન. બોદરે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવાન દીકરાના આ પગલાથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. રાજકોટના મવડી પ્લોટમાં રહેતાં અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં દિવ્યાંગ પ્રૌઢે ગઈકાલે સાંજે રીબડા ચોકડી નજીક ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રૌઢ બેભાન હોઇ તેમણે પગલું શા માટે ભર્યુ તે જાણી શકાયું નથી.
એક મહિના પહેલા જ પ્રૌઢે ભાવનાબેન સાથે બીજા લગ્ન કર્યા છે તે પણ દિવ્યાંગ છે. પ્રૌઢે પત્નીને પોતાના માતા-પિતા પાસે ગુંદાસરા ગામે મૂકીને પોતે હમણાં આવે છે તેમ કહીને નીકળ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. ભાનમાં આવ્યે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા નિવેદન નોંધી તપાસ હાથ ધરવામાં આવશે. વીંછિયાના અમરાપુરમાં આવેલી કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં રહીને આદર્શ માધ્યમિક શાળામાં ધો.10માં અભ્યાસ કરતી છાંસિયા ગામની કાજલ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થિનીએ શાળાના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
ઘટનાના પગલે પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. કાજલના પિતા મુકેશભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે આ સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને રાત્રે સંસ્થામાંથી ફોન આવ્યો હતો અને પછીની 10મી મીનિટે ધારાસભ્યનો ફોન આવ્યો કે તમે વીંછિયા દવાખાને આવો, તમારી દીકરીને ત્યાં લઈ ગયા છીએ. લોકો કહે છે કે, દોરી સાથે ફાંસો ખાધો છે.
અમે સીધા દવાખાને જ ગયા હતા. તેને ભણવાની કોઇ ચિંતા ન હતી, તે ક્યારેક કહેતી કે બહેન ખારા થાય છે, અમારો વાંક ન હોય તો પણ. મેં સમજાવ્યું કે બહેન છે, ક્યારેક ગુસ્સે થાય પણ ખરા. આવું પગલું થોડું ભરી લેવાય. કાજલના માતા વસનબેને જણાવ્યું હતું કે, અમને તો પછી કહ્યં, સીધા દવાખાને જ બોલાવ્યા હતા. અમને પહેલાં ન કહ્યું. મને તો એવી શંકા છે કે અમારી દીકરીને કોઇએ કશુંક કરી નાખ્યું લાગે છે. આવો બનાવ બને જ નહીં, મારી દીકરીને કોઇ દુ:ખ હતું જ નહીં. તેને તો આગળ ભણવું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.