Home ગુજરાત આણંદના સારસામાં બાગેશ્વરધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મકાર્યને પૂર્ણ સમર્થન અપાયું

આણંદના સારસામાં બાગેશ્વરધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મકાર્યને પૂર્ણ સમર્થન અપાયું

26
0

કુવેરાચાર્ય અવિચલદાસની નિશ્રામાં વિરાટ હિન્દૂ સંમેલન યોજાયું હતુ.અહીં સમગ્ર દેશના વિવિધ પ્રદેશોમાંથી જ્ઞાની ,વિદ્વાન ,જગદગુરુ ,સંત મહંત,વિવિધ અખાડાના મહામંડલેશ્વર અને સાધુ-સંન્યાસી મહારાજો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વૈદિક અને પ્રાચીન ધર્મ ,સંસ્કૃતિ પરંપરા અને સભ્યતા સહિતના વિષયો અને સમસ્યાઓ ઉપર ચિંતન થયું હતું.ભારતીય સનાતન ધર્મને બદનામ કરતા તત્વો અને વિદેશી વિધર્મી શક્તિઓ સામે ધર્મહિત ,જનહિત અને દેશહિત કાજે એકબધ્ધ થઈ યુધ્ધની રણનીતિએ રક્ષા કરવા હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાગેશ્વર ધામ સરકાર હનુમાન ભક્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા પોતાના ગુરુભક્તિ અને ધર્મસાધના દ્વારા પ્રાપ્ત ઈશ્વરીય શક્તિથી જનતાના દુઃખ ,દર્દ,સંતાપ અને ક્લેશ દૂર કરે છે.

વળી તે પણ જાહેરમાં દરબાર લગાવીને લોકોની સૌની સામે આ ધર્મ કાર્ય કરે છે જેને વિધર્મી અને તેજોદ્વેષી તત્વો દ્વારા અંધશ્રધ્ધા ફેલાવવાના નામે જે રીતે બદનામ કરવામાં આવે છે તેને અહીં ઉપસ્થિત અખિલ ભારતીય સંત સમિતિના સંતોએ વખોડી કાઢ્યું છે અને સરકાર દ્વારા આવા તત્વો ઉપર રાષ્ટ્ર દ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.સાથે સાથે સનાતન ધર્મની ધ્વજપતાકા વિશ્વફલક ઉપર ગૌરવાંકીત કરી રહેલ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મકાર્યને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું.

વિરાટ હિંદુ ધર્મ સંમેલન દરમ્યાન બાગેશ્વર ધામ વિવાદ મામલે જગદગુરુ રામ રાજેશ્વરાચાર્યજીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મને હંમેશા થી બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.સનાતન ધર્મને બદનામ કરવાના પ્રોપેગંડાથી સભ્યતાને ઠેસ પહોંચે છે.અખિલ ભારતીય સંત સમિતિ આની ઘોર નિંદા કરે છે. આ ઉપરાંત અખિલ ભારતીય સંત સમિતિ, હરિદ્વાર ઉત્તરાખંડ મહામંત્રી મહંત અરૂણદાસે પણ બાગેશ્વર ધામ વિવાદ મામલે જણાવ્યું હતું કે

પ્રાચીન કાળથી ગેર હિન્દુઓ અને વામપંથિઓ સનાતન ધર્મને બદનામ કરવામાં લાગ્યા છે.હિન્દુ ધર્મનું ઉત્થાનો આરંભ થાય છે ત્યારે રાક્ષસી પ્રવૃત્તિના લોકો બહાર આવે છે.બાગેશ્વર ધામ શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ હિન્દુ ધર્મને આગળ ધપાવવાનું કામ કરે છે

જેથી અમારો તેમને સંપૂર્ણ સહયોગ છે.સરકાર ધર્મવિરોધ તત્વો ઉપર રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધી કાર્યવાહી કરે તો જ હિન્દૂ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણમાં સમીના ઝીલવાણામાં સામાન્ય બાબતે બે શખ્સોએ આધેડ પર ધારિયાથી હુમલો કર્યો
Next articleમાણસામાં જુગારધામ પર પોલીસના દરોડા, ૫ શખ્સો 88 હજારની મત્તા સાથે ઝડપાયા