Home ગુજરાત ભરૂચમાં પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનારી ગેંગ ઝડપાઈ, 5 શખ્સો સાથે...

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનારી ગેંગ ઝડપાઈ, 5 શખ્સો સાથે 16.61 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

29
0

ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગના 5 આરોપીઓને 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. એક ઈસમે આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે એવું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો.

દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી લીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ એલસીબીએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાના આછોદ ગામે દરોડા પાડયા હતા.

પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહિત 15.60 લાખ રોકડ મળી કુલ 16.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનારા કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ, આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે શકિલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આમોદના પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણાના પાલાવાસણા નજીક ખેડૂત ખેતરે કામ અર્થે ગયાને તસ્કરોએ પાર્ક કરેલા બાઈકની ચોરી કરી
Next articleજામનગરમાં ત્રણ મિત્રને નડ્યો અકસ્માત, બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત, એકની હાલત ગંભીર