સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ પરના ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગની ઘટના બની છે. એકા એક શો રૂમમાં આગ ભભૂકતા 100 જેટલા બાઇકો બળીને ખાખ થયા છે. આગ એટલી ભયંકર હતી કે, જોત જોતામાં જ આગે આખા શો રૂમને ચપેટમાં લઈ લીધો હતો. બાઇકો બધી ભડ ભડ સળગવા લાગી હતી. સમગ્ર ઘટના બનતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે લુણાવાડા ફાયર ટીમને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે તાબડતોડ દોડી આવી હતી. સમગ્ર આગની ઘટના અંગેનું કારણ અકબંધ છે. ત્યારે આગના બનાવની જાણ થતાં લોક ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. આગ કયા કારણોસર લાગી અને આગના બનાવમાં કેટલું નુકસાન તે જાણી શકાયું નથી.
પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.