જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા ગુલાબનગર વિસ્તારમાં બપોરના સમયે ચાર બુકાનીધારીઓએ આતંક મચાવતા નાસભાગ મચી હતી. દુકાનમાં ખરીદી માટે આવેલા બે યુવાનો પર ચારેય શખ્સો લાકડી વડે તૂટી પડ્યા હતા. બંને યુવાનો જીવ બચાવીને સ્થળ પરથી ભાગ્યા તો હુમલાખોરોએ નવી નક્કોર કારમાં તોડફોડ કરી હતી. હુમલાખોરોને જાણે પોલીસનો ડર જ ન હોય તે રીતે આતંક મચાવી ઘટનાસ્થળેથી નાશી છૂટ્યા હતા. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
શહેરના ગુલાબનગર પાસે આવેલી કાચની દુકાનમાં બે યુવાનો ખરીદી માટે આવ્યા હતા. બંને યુવાનો ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી એક બાદ એક ચાર બુકાનીધારીઓ આવ્યા હતા. બંને યુવાનો કંઈ સમજે તે પહેલા જ ચારેય યુવાનો તૂટી પડ્યા હતા. બંને યુવાનો જીવ બચાવવા ભાગ્યા હતા. ત્યારબાદ ચારેય હુમલાખોરોએ રસ્તા પર પાર્ક કરેલી નવી નક્કોર કાર પર તૂટી પડ્યા હતા અને તમામ કાચ તોડી નાખ્યા હતા.
શહેરના સતત ધમધમતા ગુલાબનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર ચારેય શખ્સોએ જે રીતે આતંક મચાવ્યો તેને જોઈ આસપાસના વેપારીઓ અને અહીંથી પસાર થતા લોકો ફફડી ઉઠ્યા હતા. સરાજાહેર બે યુવકો પર હુમલો કરી અને કારમાં તોડફોડ કરી ચારેય હુમલાખોરોએ આ વિસ્તારમાં રીતસરનો ડરનો માહોલ ઉભો કર્યો હતો.
ગુલાબનગર વિસ્તારમાં હુમલાની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.