રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૨૧.૭૭ સામે ૬૦૮૭૬.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૬૧.૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૧.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૪૧.૬૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૫૫.૮૦ સામે ૧૮૧૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૯૦.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૪૮.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં લુનાર નવા વર્ષની રજાઓ પૂર્વે લોકોનો ઉજવણી માટેનો ઉત્સાહ વર્ષ ૨૦૨૨ કરતાં વધુ જોવાઈ રહ્યો હોઈ ચાઈનાના અર્થતંત્રની રી-ઓપનીંગ સાથે ઝડપી રિકવરીની અપેક્ષા છતાં વૈશ્વિક મોરચે મંદીનો ફફડાટ વ્યાપત રહેતાં સપ્તાહના અંતે શેરબજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોની નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે ફુગાવાનું પ્રેશર ઘટી રહ્યું હોવા સામે વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલો સામે ગોલ્ડમેન સેશ, યુબીએસ સહિતે મંદીની શકયતા નકારતાં કરેલા અહેવાલ અને ચાઈનામાં કોવિડ ઝીરો પોલીસી બાદ ઝડપથી રી-ઓપનીંગને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી ઝડપી બનવાની અપેક્ષા અને આ સમયગાળામાં ભારત મજબૂત સ્થિતિમાં હોવાથી ફોરેન ફંડોએ તાજેતરના કરેકશન બાદ ફરી શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોએ વેલ્યુબાઈંગની તક ઝડપતાં શેરોમાં તેજી જોવાઈ હતી.
આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર સારા પરિણામ જાહેર થઈ રહ્યા હોઈ ફંડોએ આકર્ષક વેલ્યુએશને શેરો ખરીદવાની તક ઝડપી હતી. વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવા સાથે કોમોડિટીઝ, રિયલ્ટી, પાવર અને યુટિલિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે ફંડોની આઈટી, ટેક, હેલ્થકેર, એફએમસીજી, બેન્કેક્સ અને ઓટો શેરોમાં વ્યાપક લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૯૨ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૬૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કોમોડિટીઝ, રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૭ અને વધનારની સંખ્યા ૧૬૬૬ રહી હતી, ૧૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, હવે પછીની સતત બે બેઠકમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં બે વખત ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ વર્ષ ૨૦૨૩ના બાકીના સમયગાળામાં વ્યાજ દર સ્થિર જાળવી રાખશે તેવો એક સર્વમાં મત જોવા મળી રહ્યો છે. વર્તમાન વર્ષમાં વ્યાજ દર ૫% સુધી પહોંચવા ધારણાં છે. અત્યારસુધી વ્યાજ દરમાં જે વધારા કરાયા છે, તેની અસરની આકારણી કરી લેવા ફેડરલ રિઝર્વે નાણાં નીતિને સખત બનાવવાની ગતિ ધીમી પાડવી જોઈએ એવા મત સાથે ફેડરલ રિઝર્વના મોટાભાગના અધિકારીઓ સહમત થયાના અહેવાલો છે.
વર્ષ ૨૦૨૨માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૪.૨૫% વધારો કરાયો છે. મોટાભાગની બેઠકમાં આ વધારો અડધાથી પોણા ટકા જેટલો રહ્યો હતો. ફુગાવો ઘટી રહ્યો છે, ત્યારે ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવાની ગતિ ધીમી પાડીને ૨૫ બેઝિસ પોઈન્ટ કરશે તેવું અનુમાન જાહેર કરાયું છે. ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની હવે પછીની બેઠક ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીએ મળી રહી છે. આમ ૨૦૨૩માં ફેડરલ રિઝર્વનો વ્યાજ દર ૪.૭૫થી પાંચ ટકાની વચ્ચે રહી શકે છે. આ દર ૨૦૦૭ના મધ્ય બાદ સૌથી ઊંચા હશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.