ભારતમાં શૂઝ માટે નવો કાયદો આવવાનો છે. સરકાર જુલાઈથી ફૂટવેર સંબંધિત નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આનાથી સામાન્ય લોકોને નબળી ગુણવત્તાના જૂતામાંથી છુટકારો મળશે. હવે દેશમાં લેધર અને નોન લેધરમાંથી બનેલા ફૂટવેર માટે નવો કાયદો આવવા જઈ રહ્યો છે. આ અંતર્ગત સરકાર નબળી ગુણવત્તાના ફૂટવેરની આયાત પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરશે. નવો નિયમ જુલાઈથી અમલમાં આવશે જેમાં લેધર અને નોન-લેધર ફૂટવેર માટે ગુણવત્તાના ધોરણો નક્કી કરવામાં આવશે. શું ફાયદો થશે? તે જાણો?.. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર આ પગલું હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની આયાતને રોકવા અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લઈ રહી છે.
સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન માટે BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)નું પાલન કરવું પડશે. જેના કારણે ગ્રાહકોને સારી ગુણવત્તાની વસ્તુઓ પણ મળે છે. તેમણે ઉદ્યોગને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ હિસ્સો મેળવવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવા જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું, “ચામડા અને નોન-લેધર ફૂટવેર માટે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ (QCO) 1 જુલાઈ, 2023થી અમલમાં આવશે. જો ઉદ્યોગના હિસ્સેદારો આયાત દરમિયાન ભાવ ઘટાડવા જેવા તથ્યો અને આંકડાઓ પ્રદાન કરે છે, તો સરકાર પગલાં લેશે.” ગોયલે એમ પણ કહ્યું કે આ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની ઉત્પાદન અને વધુ ક્ષમતા એ સમયની જરૂરિયાત છે. ઓછી ગુણવત્તા અને ઓછી કિંમતના કાચા માલની આયાત અંગે ચિંતા વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું કે આનો સામનો કરવાની જરૂર છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.