Home દુનિયા - WORLD બ્રિટેન પ્રધાનમંત્રીને સીટ બેલ્ટ વગર ગાડી ચલાવતા ટ્રાફિક પોલીસે 100 પાઉન્ડનો દંડ...

બ્રિટેન પ્રધાનમંત્રીને સીટ બેલ્ટ વગર ગાડી ચલાવતા ટ્રાફિક પોલીસે 100 પાઉન્ડનો દંડ ફટકાર્યો

37
0

બ્રિટેનમાં આવું બીજી વાર બન્યું છે, જ્યારે પોતાની જ સરકાર હોવા છતાં નિયમ તોડવા બાદ તેમના પર દંડ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ ઈંગ્લેન્ડના ઉત્તરમાં યાત્રા દરમિયાન લંકાશાયરમાં સરકારના લેવલિંગ અપ ખર્ચના નવીન સમયને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવી રહ્યા હતા.

વીડિયોને સુનકે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. લંડનમાં સીટ બેલ્ટ ન લગાવવા પર વાહનચાલકોને 100 પાઉન્ડનો ઓન દ સ્પોટ દંડ લગાવી શકાય છે અને આ કેસ કોર્ટમાં જાય છે તો ત્યાં પાંચ ગણો વધારે દંડ ભરવો પડે છે. પ્રધાનમંત્રીએ પહેલા આ ઘટનાને લઈને માફી માગતા કહ્યું હતું કે, આ જજમેન્ટની ભૂલ હતી. સુનક પર સરકારમાં રહેતા આ બીજી વાર દંડ ફટકાર્યો છે. એપ્રિલ 2022માં જૂન 2020માં ડાઉનિંગ સ્ટ્રીટમાં જોનસન માટે જન્મદિવસની સભામાં ભાગ લેવા માટે કોવિડ લોકડાઉન નિયમો તોડવા માટે તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને પત્ની કેરી સાથે સાથે રાજકોષના ચાન્સેલર સુનક પર દંડ લગાવામાં આવ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુના નરવાલ વિસ્તારમાં 2 બ્લાસ્ટ થયા, 6 લોકો થયા ઘાયલ
Next articleન્યૂઝીલેન્ડમાં ક્રિસ હિપકિંસ બનશે નવા પ્રધાનમંત્રી, રવિવારે થશે સત્તાવાર જાહેરાત