Home ગુજરાત રાજકોટમાં લોઠડા ગામે ખેતશ્રમિકની દીકરીને કરીયાણાનો વેપારી ઉઠાવી ગયો

રાજકોટમાં લોઠડા ગામે ખેતશ્રમિકની દીકરીને કરીયાણાનો વેપારી ઉઠાવી ગયો

33
0

રાજકોટની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી યુવાન નાસી છૂટ્યો હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોઠડા ગામે રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની 17 વર્ષની સગીરાને યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ આપતા આજીડેમ પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના લોઠડા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. જેમાં મોટી દીકરીની ઉંમર 17 વર્ષની છે. આ મારી મારી દીકરી લોઠડા ગામે પ્રાથમીક શાળામાં ધોરણ-8 સુધીનો અભ્યાસ કરેલ છે.

કાથરોટા ગામનો રાજુ રમેશભાઈ સરવૈયા તેના મામા મુન્નાભાઈ તથા શૈલેષભાઈ ખીમાભાઈ બાવરીયા સાથે રહે છે અને તેને લોઠડા ગામમાં વિપુલભાઈ દાનાભાઈ ડાભીની કરીયાણાની દુકાનભાડે રાખી વેપાર કરે છે. આ રાજુએ એક વર્ષ પહેલા મારી દીકરી સાથે પ્રેમસંબધ હોય તેને મારી દિકરીને મોબાઈલ આપેલ હોય. જેની મને ખબર પડી જતા મોબાઈલ તોડી નાખેલ હતો. અને બંનેનો પ્રેમસંબધનો વિરોધ કર્યો હતો 18-01-2023ને બપોરના મારા પત્નિનો ફોન અમારા પાડોશી બહેનના ફોનમાંથી ફોન આવેલ અને મને ઘરે બોલાવેલ અને હું ઘરે જતા મારી પત્નિ એ મને વાત કરેલ કે આપણી દીકરી બપોરના ઘરેથી નિકળી ગયેલ છે

તે આપણા પાડોશી આરતીબેને તેને ચાલીને બહાર જાતી જોયેલ છે જે અત્યાર સુઘી પાછી ઘરે આવેલ નથી જેથી મે તેમજ મારા પત્નિએ આજુ બાજુમાં તપસ કરતા મળી આવેલ ન હતી જેથી અમે આજથી એકાદ વર્ષ પહેલા કાથરોટા ગામનો રાજુ રમેશભાઈ સરવૈયા જે હાલ અમારી બાજુમાં તેના મામા મુન્નાભાઈ તથા શૈલેષભાઈ ખીમાભાઈ બાવરીયા સાથે રહે છે તેની તપાસ કરતા તે ઘેર હાજર મળી આવેલ નહી અને તેનો મોબાઈલ ઉપર ફોન કરતા મોબાઈલ બંઘ બતાવતો હતો.

રાજુના ભાઈ વિપુલને બનાવા અંગે તેમજ રાજુ બાબતે પુછતા પોતે કોઈ જવાબ આપેલ નહી અને અને તે પણ દુકાન બંધ કરી નાસી ગયેલ હતો જેથી અમો બઘા ઘરના સભ્યોએ આ બાબતે ફરીયાદ કરવાનુ નકકી કરતા સગીરાના પિતાએ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું

કે રાજુ સરવૈયા બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી મારી દીકરીનું અપહરણ કરી લઇ ગયેલ છે. જેથી તેની સામે ઘોરણસર થવા મારી ફરીયાદ છે. હાલ પોલીસે આઇપીસી કલમ 363, 366 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field