Home દુનિયા - WORLD અમેરિકાના લુઈસિયાનામાં પ્રેમીએ બેડ પર કર્યો પેશાબ કંટાળેલી પ્રેમિકાએ ચાકૂના ઘા ઝીંકી...

અમેરિકાના લુઈસિયાનામાં પ્રેમીએ બેડ પર કર્યો પેશાબ કંટાળેલી પ્રેમિકાએ ચાકૂના ઘા ઝીંકી દીધા

50
0

અમેરિકાના લુઈસિયાનામાં રહેતી 25 વર્ષિય એક છોકરીએ સુતી વખતે બેડ પર પેશાબ કરવા બદલ ચાકૂ મારીને પ્રેમીની હત્યા કરી નાખી છે. છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો પ્રેમી તેનું ગળુ દબાવી રહ્યો હતો. તેનાથી બચવા માટે તેણે પ્રેમીને ચાકૂના ઘા મારી દીધા હતા. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, ઈસ્ટ બૈટન રુઝ શેરિફની ઓફિસને શનિવારે એક સ્થાનિક હોસ્પિટલમાંથી ચાકૂના ઘા મારવાની ઘટના વિશે જાણકારી મળી હતી. હોસ્પિટલમાં એક યુવકની સારવાર ચાલી રહી હતી. તેની છાતીમાં કેટલીય વાર ચાકૂના ઘા માર્યા હતા. ચાકૂ વાગવાથી તેના ફેફસામાં પંક્ચર થઈ ગયું હતું. ઘાયલ યુવકે પોલીસને જણાવ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડ બ્રિયાના લેકોસ્ટે તેને ચાકૂ માર્યું હતું. તેણે સુતી વખતે બેડ પર પેશાબ કરી દીધો હતો. આ વાતથી બ્રિયાના ખૂબ ગુસ્સે થઈ હતી. તે છેલ્લા દોઢ વર્ષથી બ્રિયાનાની સાથે બેડ પર સુઈ રહી હતી. ઘાયલ યુવકે જણાવ્યું હતું કે, બ્રિયાનાએ તેને ઊંઘમાં ઉઠાવ્યો અને પેશાબ કરવા બદલ મારવાનું શરુ કરી દીધું હતું. બચવા માટે તેણે ભાગવાની કોશિશ કી તો, બ્રિયાનાએ તેના પર ચાકૂ વડે હુમલો કરી દીધો હતો. પોલીસે બ્રિયાનાની ધરપકડ કરી લીધી છે. બંનેએ તે રાતે દારુ પીધો હતો અને નશાની હાલતમાં સુઈ ગયા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન બ્રિયાનાએ સ્વિકાર કર્યો કે, તેના પ્રેમીએ બિસ્તર પર પેશાબ કરવાથી તે ખૂબ પરેશાન અને ગુસ્સે થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બ્રિયાનાએ પોલીસને એવું પણ જણાવ્યું હતું કે, લડાઈ દરમિયાન પ્રેમીએ તેનું ગળુ દબાવાનું શરુ કરી દીધું હતું. પોતાનો જીવ બચાવવા માટે પ્રેમીની જમણી બાજૂએ પડેલા ચાકૂને લીધું અને ધનાધન છાતી પર ચાકૂના ઘા મારવા લાગી. ત્યાર બાદ પ્રેમીને હોસ્પિટલે લઈ ગઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામચરિતમાનસ વિવાદ વચ્ચે પટના મહાવીર મંદિરે કરી ખાસ પહેલ, જાણો શું છે આ ખાસ પહેલ?
Next articleસામાન્ય જનતાની ગાડીઓ માટે નહિ, પણ સરકારી ગાડીઓ માટે નવો નિયમ આવ્યો!