સિદ્ધપુર હાઇવે ઉપરની એક હોટલમાં રોકાયેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન અને ફલેટનાં લે-વેચનું કામ કરતાં એક વેપારી વ્યક્તિનો પીછો કરી તેનું કહેવાતું અપહરણ કરીને તેની પાસેથી ખંડણી માંગવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શખ્સો અંગે તાકિદે પોલીસને જાણ કરાતાં પોલીસે ભાગી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.આ બનાવ અંગે આ વેપારીએ ચાર શખ્સો સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 365, 385,511, 120 (બી) મુજબ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર બનાવની વિગત આ વેપારીએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણેની એવી છે કે, મૂળ ઊંઝા તાલુકાનાં ભાખર ગામનાં વતની અને હાલ મુંબઇ ખાતે રહેતા રિયલ એસ્ટેટનાં વ્યવસાય સાથે સંકળાયેલા અસલમમીયાં હારુનમીયાં સૈયદ (ઉ.વ.34) તેમનાં વતનનાં ઊંઝાનાં ભાંખર મે આવેલ તેમની વડિલોપાર્જિત પાંચેક વિઘા જમીન વેચવાની હોવાથી તેઓ તા. 5-12-22નાં રોજ મુંબઇથી ગુજરાત ખાતે આવીને તા. 26- 12-22 સુધી ઉનાવા તા. ઊંઝાની એક હોટલમાં અને બાદમાં તા. 26- 12-22 થી તા. 17-1-23 સુધી સિધ્ધપુર હાઇવે પર આવેલી પ્લેનેટ હોટલ ખાતે રોકાયા હતા.
તા.16મીનાં રોજ અસલમમી તેમનાં મિત્ર ઊંઝામાં જમીનદલાલને મળવા જતાં હતા ત્યારે તેમની બલેનો ગાડીનો પીછો સિધ્ધપુરની પ્લેનેટ હોટલ ખાતેથી એક સ્ફિટકાર કરતી હોવાનું તેમને જણાયું હતું તથા છ દિવસ પહેલાં તેમનાં એક અંગત મિત્રએ તેમને જાણ કરેલી કે, બે વ્યક્તિઓ કોઇ ગેંગ સાથે મળીને અસલમમીયાંનું અપહરણ કરી તેમની પાસે ખંડણી માંગવાનો કારસો ઘડી રહ્યા છે તેથી ઉપરોક્ત કાર તેમની ગાડીનો પીછો કરી રહી હોવાથી અસલમમીયાં ડરી ગયા હતા અને તેઓએ પોતાની ગાડીને પાછી સિધ્ધપુરની પ્લેનેટ હોટલે પહોંચી ગયા હતા.
તેઓ ખૂબ જ ડરી ગયા હોવાથી તેમણે રાત્રે અથવા સવારે મુંબઇ ખાતે જવા રવાના થવાનું નક્કી કર્યુ હતું. ને સાંજે તેમણે પ્લેનેટ હોટલનાં મેનેજરને વાત કરી હતી કે, તેમનો કોઇ વ્યક્તિઓએ પીછો કરેલ હોવાથી તેમની ગાડી હોટલની નીચે પડી હોવાથી ગાર્ડ પાસે ગાડી બાજુ ધ્યાન રખાવજો એમ જણાવ્યું હતું.તા. 17 મીનાં રોજ સવારે એક બ્લ્યુ કલરની સ્વિફ્ટ કારમાં ત્રણેક વ્યક્તિઓ પ્લેનેટ હોટલ ખાતે આવીને અસલમમીયાંની ગાડી બલેનો પાસે ઉભા રહ્યા હતા
અને તેમની ગાડીનાં દરવાજા ખોલતાં હોવાનાં અને જોવાનાં પ્રયત્નો કરતાં હોવાથી હોટલનાં ગાર્ડ જોઇ જતાં આ ત્રણે વ્યક્તિ ઊંઝા તરફ ભાગ્યા હતા ને હોટલ ખાતેનાં કોઇ માણસે સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફોન કરતાં પોલીસે આ ગાડી સાથે ત્રણ શખ્સોને પકડી પાડીને સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા.
જેની જાણ અસલમમીંયાને થઇ હતી. તેઓએ આ પકડાયેલા ત્રણ સહિત અન્ય એક વ્યક્તિનાં નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.