રાજપીપળાથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ સહિત ખેતીના ઓજારોના વેચાણ કરતી દુકાનના તાળા તોડી રૂપિયા 2 લાખ 97 હજાર 350 ના સાધન સામગ્રીની ચોરી થયાની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ખામર ચોકડી પાસે આવેલી એગ્રી બીઝનેસ સેન્ટર નામની દુકાનના સટલનાં તાળા તોડી દુકાનમાં વેચવા માટે મુકેલી દવા છાંટવાના 51 પંપો કિંમત રૂ. 1લાખ 29 હજાર 948 રૂપિયા બોટ મશીન કિંમત 54 હજાર તથા જંતુ નાશક દવાઓ કિંમત રૂ. 1 લાખ 13 હજાર 402 મળી કુલ રૂપિયા 2 લાખ 97 હજાર 350 નો સામાન ચોરી ચોર ફરાર થઇ ગયા હતા.
દુકાનના તાળા તોડી ચોરી થયાની જાણ દુકાન માલિક યોગેશ ચીમનભાઈ પટેલને થતાં તેઓએ આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરાયણની રાત્રે થયેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ વેચતી આ દુકાન જ્યાં આવેલ છે. તેનાથી થોડેક જ દૂર પોલીસના પેટ્રોલિંગના વાહનો સતત ઊભા રહેતાં હોય છે.
તેમજ ચોકડી પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. તો શું કડકડતી ઠંડીનો લાભ લઇને ચોરટાઓ પોલીસને હાથતાળી આપી ગયા !
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.