વીવી નગર ગ્રુપ ગુજરાત નીદેસાલય એન.સી.સી.દ્વારા તારીખ-૭મીથી ૧૪મી સુધી આત્મ નિર્ભર ભારતની વિકાસપથ પ્રગતી,એન.સી.સી.સી.ના ૭૫ વર્ષની યાદગીરી અંતર્ગત એકતા,માનવતા અને દેશ ભક્તિના સંદેશ સાથે સાબરમતીથી દાંડી સુધી હેસ્ટેક સાયકલ રેલીનું આયોજન કર્યું છે.
જે રેલી મહાત્મા ગાંધીની દાંડી યાત્રાની જેમ ૧૬ ગાંધી આશ્રમના ૪૨૨ કિમીના રૂટ ઉપરથી પસાર થઇ દાંડી સુધી પહોંચશે જે સાયકલ યાત્રા આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ૨૫ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ જોડાયા છે.જે અંકલેશ્વર,હાંસોટ થઇ સુરત બાદ દાંડી ખાતે પહોંચી તેની પુર્ણાહુતી કરશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.